સુરતીલાલાઓની પહેલી પસંદ બન્યો બરફનો ગોળો, રોજનો 61 લાખનો વેપાર, વેપારીઓના ધંધાને લાગ્યા ચાર ચાંદ
સુરતશહેરમાં નાના મોટા મળી 2 હજારથી વધુ લોકો બરફ ગોળાના ધંધા સાથે સંકળાયેલા છે 1500 જેટલા લારીવાળા રોજ 700થી 800 રૂપિયાનો ધંધો કરે છે. જેનો રોજનો ધંધો આશરે 11 લાખ જેટલો થાય છે. જ્યારે 500 એવા લોકો છે જેમની બરફગોળાની મોટી-મોટી દુકાન છે. જ્યાં દરેક દુકાન પર રોજ 400 જેટલા લોકો સરેરાશ 50 રૂપિયાનો ગોળો ખાય છે. જેના પ્રમાણે એક દુકાનનો એક દિવસનો ધંધો 10 હજાર સુધીનો છે.


ગરમીની ઋતુમાં લોકો ગરમીથી બચવા ઠંડા પીણા અને ઠંડુ ખાવાનું પસંદ કરે છે ત્યારે આજકાલ સુરતીયોની પહેલી પસંદ બરફનો ગોળો બની ગયો છે. તેમાં પણ 100, 200 કે 500 વારો નહીં પણ 1200 રુપિયાનો માઉન્ટ એવરેસ્ટ બરફનો ગોળો જેનું વજન જ 6 કિલો છે. ત્યારે સુરતમાં રોજના 61 લાખ રૂપિયાના બરફના ગોળા સુરતી લાલા ખાઈ જાય છે

ગરમીની ઋતુમાં દરમિયાન આઈટી, ટેક્સટાઈલ, ડાયમંડ સાથે જોડાયેલા યુવાનોએ ગોળાની દુકાનો શરૂ કરે છે. વર્ષ દરમિયાન અન્ય ધંધો કરતા કેટલાક લોકો પણ બરફગોળાની કાર્ટ કે લારી શરૂ કરી દે છે. શહેરના બરફ ગોળાના બિઝનેસ વિશે જાણવાની કોશિશ કરી તો જાણવા મળ્યું કે, સુરતમાં દોઢ ફૂટનો માઉન્ટ એવરેસ્ટ બરફગોળા પણ વેચાય છે જેની કિંમત 1200 રૂપિયા છે અને જેનું વજન 6 કિલો છે. જેને 10થી 12 લોકો ભેગા થઈને ખાઈ શકે છે.

શહેરમાં નાના મોટા મળી 2 હજારથી વધુ લોકો બરફ ગોળાના ધંધા સાથે સંકળાયેલા છે 1500 જેટલા લારીવાળા રોજ 700થી 800 રૂપિયાનો ધંધો કરે છે. જેનો રોજનો ધંધો આશરે 11 લાખ જેટલો થાય છે. જ્યારે 500 એવા લોકો છે જેમની બરફગોળાની મોટી-મોટી દુકાન છે. જ્યાં દરેક દુકાન પર રોજ 400 જેટલા લોકો સરેરાશ 50 રૂપિયાનો ગોળો ખાય છે. જેના પ્રમાણે એક દુકાનનો એક દિવસનો ધંધો 10 હજાર સુધીનો છે. જો 500 દુકાનની વાત કરીએ તો આ આંકડો 50 લાખ જેટલો થઈ જાય છે. આ રીતે સુરતીઓ રોજ અંદાજીત 61 લાખ રૂપિયાના બરફગોળો ખાઈ જાય છે.

બાળકોને એટ્રેક્ટ કરવા ફેમસ કાર્ટૂનના કપડાં પહેરીને દુકાનના લોકો સર્વ કરે છે બાળકોને એટ્રેક્ટ કરવા માટે સીમાડા ખાતેની દુકાનો પર કઈકને કઈક એટ્રેક્શન જોવા મળે છે. કોઈએ સેલિંગ માટે ડોરેમોને સિન્થેન છોટા ભીમ જેવા કેરેક્ટરના કપડાં પહેરી સર્વ કરે છે. 100 રૂપિયાથી લઈ 5 હજાર સુધીની ફ્રી ગિફ્ટ છે. બાળકો માટે રમવાની વ્યવસ્થા પણ કરાઈ છે.

સીમાડામાં એકસાથે 18 દુકાન છે, જ્યાં મળે છે 4 કિલોનો ગિરનાર બરફગોળો. સીમાડા ખાતે એકસાથે 18 જેટલી દુકાન છે. અહીં આઈટી, ટેક્સટાઈલ, ડાયમંડ સાથે જોડાયેલા લોકો નોકરી બાદ સાંજે બરફ ગોળાનો બિઝનેસ કરે છે. એક બરફવાળાએ તો ઓર્ડર લેવા એપ બનાવી છે. રૂ. 30થી લઈને 1200 સુધીનો બરફગોળો અને 5 કિલોનો નવલું નજરાણું ગોળો પણ મળે છે.

માઇનસ 18 ડિગ્રીમાં ડીપ ફ્રીઝ કરેલો ગોળો, 4 કલાક સુધી પીગળતો નથી. એક ગોળાવાળા પાસે ડીપ ફ્રીજ કરેલો બરફગોળો પણ છે. જે 4 કલાક સુધી પીગળતો નથી. આ ગોળાને 24 કલાક સુધી ડીપ ફ્રીઝમાં -18 ડીગ્રીમાં સ્ટોર રખાય છે. આ ગોળામાં અલગ ફ્લેવર માટે 24 કલાક પહેલા ઓર્ડર આપવો પડે છે. સુરતીઓના ફ્લેવરની વાત કરીએ તો મલાઈ ગોળો, ગુલાબ, ઓરેન્જ, કાજુદ્રાક્ષ, વરિયાળી, ચોકલેટ, કાજુ-બદામ, કાજુ ગુલકંદ, શાહી ગુલાબ પંચામૃત જેવા ફ્લેવર ગમે છે. એક ગ્રાહકે જણાવ્યું હતું કે, મારો પરિવાર નવસારીમાં રહે છે. હું તેમના માટે ડિપ ફ્રિઝ કરીલો ગોળો લઈ જાઉં છું.






































































