Rich Tennis Players : ત્રણ ગ્રાન્ડસ્લેમ અને એક ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર દમદાર ટેનિસ ખેલાડી ‘સ્ટેન વાવરિન્કા’

સ્ટેન વાવરિન્કા એક સ્વિસ ટેનિસ ખેલાડી છે જેણે તેની વિસ્ફોટક રમત અને શક્તિશાળી બેકહેન્ડના કારણે ફેમસ છે. 3 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલના વિજેતા વાવરિન્કાએ તેના જ દેશના મહાન ખેલાડી રોજર ફેડરરના પડછાયામાંથી બહાર આવી પોતાની આગવી ઓળખ બનાવવામાં સફળ રહ્યો છે અને ફેડરર પછી ગ્રાન્ડ સ્લેમ જીતનાર માત્ર બીજો સ્વિસ ખેલાડી છે. વાવરિન્કા અત્યાર સુધી ટેનિસ રમનાર સૌથી આકર્ષક બિગ મેચ પ્લેયર ટેનિસ ખેલાડીઓમાંનો એક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 2:16 PM
સ્ટેન વાવરિન્કાનો જન્મ  28 માર્ચ 1985ના રોજ લૌઝેન, સ્વિટ્ઝર્લેન્ડમાં જર્મન પિતા અને સ્વિસ માતાને ત્યાં થયો હતો. તેની પાસે બેવડી સ્વિસ-જર્મન નાગરિકતા છે. તેના પિતા વોલ્ફ્રામ વાવરિન્કા એક ખેડૂત અને સામાજિક કાર્યકર છે.

1 / 10
વાવરિન્કાએ આઠ વર્ષની ઉંમરે ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. વાવરિન્કાએ 15 વર્ષની ઉંમરે ટેનિસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા માટે નિયમિત શાળામાં જવાનું બંધ કર્યું હતું. વાવરિન્કા વર્ષ 2002માં 17 વર્ષની ઉંમરે પ્રોફેશનલ ટેનિસ ખેલાડી બન્યો હતો.

2 / 10
વાવરિન્કા ત્રણ વખતનો ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ વિજેતા, ઓલિમ્પિક ચેમ્પિયન અને ડેવિસ કપ ચેમ્પિયન છે. તેણે 12 મે 2008ના રોજ પ્રથમ વખત ATP દ્વારા ટોપ-10 રેન્કિંગ હાંસલ કર્યું અને 27 જાન્યુઆરી 2014ના રોજ કારકિર્દીના ટોચ રેન્કિંગ નંબર 3 પર પહોંચ્યો હતો અને સાથે જ સ્વિસ નંબર 1 ટેનિસ ખેલાડી પણ બન્યો

3 / 10
વાવરિન્કા તેની કારકિર્દીમાં અત્યારસુધી ચાર ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ફાઇનલમાં પહોંચ્યો હતો, જેમાં ત્રણ વાર જીત્યો હતો, ત્રણેય ચેમ્પિયનશિપ મેચમાં વાવરિન્કાએ વિશ્વના નંબર 1 ટેનિસ ખેલાડીને હરાવ્યો હતો.

4 / 10
વાવરિન્કાએ રોજર ફેડરર સાથે જોડી બનાવી 2008 સમર ઓલિમ્પિક્સમાં મેન્સ ડબલ્સમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય 2014માં ડેવિસ કપમાં પુરુષોની ડબલ્સ ઇવેન્ટમાં પણ ગોલ્ડ જીત્યો હતો.

5 / 10
વાવરિન્કાએ વર્ષ 2014માં તેની કારકિર્દીનું સૌપ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યું હતું. ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં તેણે રાફેલ નડાલને 6-3, 6-2, 3-6, 6-3થી હરાવ્યો હતો.

6 / 10
વર્ષ 2015માં ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં નોવાક જોકોવિચને 4-6, 6-4, 6-3, 6-4થી હરાવી વાવરિન્કાએ બીજું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું હતું.

7 / 10
વાવરિન્કાએ 2016 યુએસ ઓપન ટાઇટલ જીત્યું હતું, જે તેનું ત્રીજું અને અંતિમ ગ્રાન્ડસ્લેમ સિંગલ્સ ટાઇટલ સાબિત થયું હતું. યુએસ ઓપન 2016ની ફાઇનલમાં તેણે વર્લ્ડ નંબર 1 નોવાક જોકોવિચને 6-7(1-7), 6-4, 7-5, 6-3. 2017 હરાવ્યો હતો.

8 / 10
વાવરિન્કાએ 2009માં ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અને મોડલ ઇલ્હામ વુઇલાઉડ સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક સાથે એક પુત્રી છે જેનું નામ એલેક્સિયા છે, જેનું નામ વાવરિન્કાના જમણા હાથ પર ટેટૂ છે. 2015માં વાવરિન્કા અને ઇલ્હામ વુઇલાઉડ અલગ થઈ ગયા હતા. સ્ટેન વાવરિંકાની છેલ્લી ગર્લફ્રેન્ડ ક્રોએશિયન ટેનિસ ખેલાડી ડોના વેકિક હતી.

9 / 10
સ્ટેન વાવરિન્કા ટેનિસ ઈતિહાસમાં સૌથી વધુ પ્રાઈઝ મની જીતવા મામલે છઠ્ઠા મામલે છે. સ્ટેન વાવરિન્કા તેની કારકિર્દીમાં 300 કરોડથી વધુ પ્રાઇઝ મની જીતી ચૂક્યો છે. (all photo courtesy: google)

10 / 10
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">