AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વીજળીના કરંટથી તડપતા બચ્ચાને બચાવવા મોત સામે લડી ગઈ ‘મા’, આ નજારો જોઈને આંખો ભીની થઈ જશે

વાત જ્યારે પોતાના બાળકની સુરક્ષા પર આવે છે, ત્યારે એક માં મોત સામે પણ અડીખમ ઊભી રહી જતી હોય છે. હાલના સમયમાં એક વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, માતાએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાના બચ્ચાને બચાવ્યો. આ દ્રશ્યો જોઈને કોઈપણની આંખો ભીની થઈ જશે.

વીજળીના કરંટથી તડપતા બચ્ચાને બચાવવા મોત સામે લડી ગઈ 'મા', આ નજારો જોઈને આંખો ભીની થઈ જશે
| Updated on: Oct 26, 2026 | 8:55 PM
Share

કહેવાય છે કે, ‘માઁ’ શબ્દમાં જ આખી દુનિયાનો પ્રેમ અને સુરક્ષા સમાયેલી હોય છે. એવામાં જ્યારે વાત પોતાના બાળકની સુરક્ષા પર આવે છે, ત્યારે એક ‘માઁ’ માત્ર દરેક ડર સામે લડી જ નથી લેતી પરંતુ મોતના મુખમાંથી પણ પોતાના માસૂમ બાળકને ખેંચી લાવે છે.

Video જોઈ આંખો ભીની થઈ જશે

સોશિયલ મીડિયા પર તમને આ પ્રકારના ઘણા કિસ્સા જોવા અને સાંભળવા મળી જશે. કઈંક આવો જ દિલને સ્પર્શી જનારો નજારો આજકાલ લોકો વચ્ચે છવાયેલો છે, જેને જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે.

વાયરલ થઈ રહેલા આ ભાવુક વીડિયોમાં જોઈ શકાય છે કે, એક નાનું વાંદરાનું બચ્ચું અચાનક વીજળીના તાર પર ચાલ્યું જાય છે અને કરંટ લાગવાથી લટકી જાય છે. બચ્ચાને તડપતા અને જીવના જોખમમાં જોઈને છત પર બેઠેલી તેની માં એક પણ પળ બગાડ્યા વગર તરત એક્શનમાં આવે છે.

માઁ વીજળીના કરંટના જોખમની પરવા કર્યા વગર છતના કિનારેથી છલાંગ લગાવે છે અને ખૂબ જ સાવધાની સાથે બચ્ચાને તાર પરથી ખેંચીને સુરક્ષિત બચાવી લે છે. જો રેસ્ક્યુમાં એક સેકન્ડની પણ વાર લાગી હોત, તો માસૂમનો જીવ જતો રહ્યો હોત. રેસ્ક્યુ કર્યા પછીનો નજારો કોઈપણનું દિલ પીગળાવી શકે છે.

મહિલાએ પોતાની વેદના વ્યક્ત કરી

કરંટ અને ભયથી સહેમેલો માસૂમ પોતાની મમ્મીની છાતી સાથે વળગી જાય છે, જ્યારે માં તેને પંપાળતી અને શાંત કરાવતી નજરે પડે છે. વીડિયોમાં એ પણ જોઈ અને સાંભળી શકાય છે કે, આસપાસ હાજર લોકો અને બાળકો હોબાળો મચાવી રહ્યા હતા.

વીડિયો રેકોર્ડ કરતી મહિલા પોતાની વેદના વ્યક્ત કરે છે કે, લોકો ઘણીવાર આ મૂંગા જીવોને ડરાવે છે અને હેરાન કરે છે. બસ આ જ કારણે મૂંગા જીવો ગભરાઈ જાય છે અને ઇલેક્ટ્રિક વાયર જેવા જોખમો તરફ કૂદી પડે છે.

ભાવુક કરી નાખનારો નજારો

વીડિયો જોઈને તમે પણ જરૂર ભાવુક થઈ ગયા હશો. એક્સ (X) પર આ વીડિયોને Farooqui0M નામના પેજથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં, લોકો વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે, માનવી હોય કે બેજુબાન પ્રાણી… માઁની મમતાની કોઈ સીમા હોતી નથી. અન્ય એક યુઝરે લખ્યું કે, આ વીડિયો જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. પ્રાણીઓ પ્રત્યે આપણે વધુ સંવેદનશીલ બનવાની જરૂર છે.

Trending Video : મોબાઈલની દુકાનમાં ઘુસ્યો વાંદરો, દુકાનદારને જોઈને ભેટી પડ્યો, વીડિયો વાયરલ

Follow Us
મોત સામે અડીખમ ઊભી રહી ગઈ 'માં', વાયરલ વીડિયો જોઈ આંખો ભીની થઈ જશે
મોત સામે અડીખમ ઊભી રહી ગઈ 'માં', વાયરલ વીડિયો જોઈ આંખો ભીની થઈ જશે
ગેનીબેને ખેડૂતોનું દેવુ માફ કરી બનાસકાંઠા માટે વિશેષ સહાયની કરી માગ
ગેનીબેને ખેડૂતોનું દેવુ માફ કરી બનાસકાંઠા માટે વિશેષ સહાયની કરી માગ
કાં તો પાક ધિરાણ માફ કરો, કાં તો સહાય વધારવાની ધરતીપુત્રોની માગ
કાં તો પાક ધિરાણ માફ કરો, કાં તો સહાય વધારવાની ધરતીપુત્રોની માગ
કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકારની સહાયને ગણાવી ક્રુર મજાક
કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકારની સહાયને ગણાવી ક્રુર મજાક
ભાવનગરમાં 88 લાખના વોટર રિચાર્જિંગ પ્રોજેક્ટમાં ગેરરીતિના આક્ષેપ
ભાવનગરમાં 88 લાખના વોટર રિચાર્જિંગ પ્રોજેક્ટમાં ગેરરીતિના આક્ષેપ
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના વિવાદ મામલે આવ્યા મોટા સમાચાર
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના વિવાદ મામલે આવ્યા મોટા સમાચાર
અમદાવાદમાં ટોમેટો કેચઅપના નામે વેચાતા સોસમાં ભેળસેળ
અમદાવાદમાં ટોમેટો કેચઅપના નામે વેચાતા સોસમાં ભેળસેળ
હવે વિજ્ઞાનજાથાને નિશાને આવી કાળી ચૌદસની કકળાટ કાઢવાની પરંપરા
હવે વિજ્ઞાનજાથાને નિશાને આવી કાળી ચૌદસની કકળાટ કાઢવાની પરંપરા
રેન ફોરેસ્ટ પ્રવાસીઓને વરસાદ, હરિયાળી અને રોમાંચનો અનોખો અનુભવ કરાવશે
રેન ફોરેસ્ટ પ્રવાસીઓને વરસાદ, હરિયાળી અને રોમાંચનો અનોખો અનુભવ કરાવશે
હાલોલ બાયપાસ નજીક ટાયર ભરેલા ટ્રકમાં ભીષણ આગ, જુઓ Video
હાલોલ બાયપાસ નજીક ટાયર ભરેલા ટ્રકમાં ભીષણ આગ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">