AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મોદીને લોકપ્રિય નેતા કહેનાર મલેશિયાના PMએ BRICS Summitમાં ગીત ગાયું, Video વાયરલ થયો

BRICS Summit : બ્રિક્સ સમિટમાં મલેશિયાના પીએમ અનવર ઇબ્રાહિમે કિશોર કુમારનું ફેમસ ગીત ગાયું. બોલિવૂડ પ્રત્યેનો તેમનો પ્રેમ ફરી એકવાર સ્પષ્ટ થયો, જેનાથી ભારત-મલેશિયાના સંબંધો વધુ ગાઢ બન્યા.

Breaking News : મોદીને લોકપ્રિય નેતા કહેનાર મલેશિયાના PMએ BRICS Summitમાં ગીત ગાયું, Video વાયરલ થયો
| Updated on: Sep 13, 2026 | 8:32 AM
Share

નવી દિલ્લીના ભારત મંડપમમાં શનિવારના રોજ બ્રિકસ ડિનરની મેજબાની પીએમ નરેન્દ્ર મોદીએ કરી હતી પરંતુ આખી મહેફિલમાં મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ છવાયા હતા. તેમણે પિયાનોની ધુન પર કિશોર કુમારનું ગીત ગાયું હતુ. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ વીડિયો પસંદ પણ આવી રહ્યો છે.

મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે બ્રિક્સ સમિયમાં બોલિવુડનો રંગ જમાવ્યો હતો. તેમણે 1965ની ફિલ્મ તીન દેવિયાનું ફેમસ ગીત ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત ગાયું હતુ.

અનવર ઈબ્રાહિમનો ગીત ગાતો વીડિયો વાયરલ

બ્રિકસ સમિટ માટે ભારત આવેલા અવર ઈબ્રાહિમને દિલ્લીની એક હોટલમાં આ ક્લાસિક હિન્દી ગીત ગાતા જોવા મળ્યા હતા. આ ગીતને એસડી બર્મને કંપોઝ કર્યુ હતુ અને મઝરુહ સુલ્તાનપુરીએ ગીત લખ્યું હતુ.

તમને જણાવી દઈએ કે, મલેશિયાના પ્રધાનમંત્રી અવર ઈબ્રાહિમ હિન્દી સિનેમા અને તેના સંગીતને પસંદ કરે છે. તેના આ દિલચસ્પીમાં ભારત સાથે તેની કૂટનીતિક મુલાકાતમાં ઝલક જોવા મળે છે. અનવર પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વાતચીત દરમિયાન બોલિવુડના પ્રતિ પોતાનો પ્રેમ દેખાડી ચૂક્યા છે.

અનવરે ભારતની સભ્યતા-સંસ્કૃતિના વખાણ

પીએમ મોદીની મલેશિયા યાત્રા દરમિયાન અનવરે યાત્રાનો એક અધિકારિક વીડિયો શેર કર્યો હતો. જેમાં કભી ખુશી કભી ગમ ફિલ્મનું ફેમસ ગીત બોલે ચૂડિયા વાગી રહ્યું હતુ. ભારત યાત્રા દરમિયાન અનવરે દેશની સભ્યતા, સંસ્કૃતિ અને ઈતિહાસના વખાણ કર્યા હતા.

ભારત અને મલેશિયાના સંબંધોમાં તણાવ

2019માં ભારત અને મલેશિયાના સંબંધોમાં તણાવ આવ્યો હતો. જ્યારે મલેશિયાના પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો પૂર્ણ કરવા ભારતના નિર્ણયની અલોચના કરી હતી. અનવરની આ યાત્રા બંને દેશો વચ્ચેના સંબંધોને મજબુત કરવાના પ્રયત્નને દર્શાવે છે. વ્યાપક રણનીતિક ભાગેદારીના સ્તર સુધી પહોચવા અને મહત્વના ક્ષેત્રોમાં કરારથી દ્રિપક્ષીય સંબંધોને નવી ગતી મળી છે.

સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડા પ્રધાનનો રેકોર્ડ ધરાવનાર નરેન્દ્ર મોદીનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">