Rajkot: રાજકોટમાં ‘નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા 2023’ નું આયોજન, પરંપરાગત રીતે સાજીંદાઓ અને ખેલૈયાઓની જુગલબંધીએ જમાવ્યો રંગ: Photos

Rajkot: રાજકોટમાં નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા 2023નું આયોજન કરવામાં આવ્યુ. પરંપરાગત રીતે આયોજિત આ ગરબા સ્પર્ધામાં સાજીંદાઓ અને ખેલૈયાઓે રમતા રમતા જાતે ગરબા ગાયા હતા. જેમા ક્રૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારીકાની વાટે, લીધો મહિયાર કેરો વેશ અને દુધે તે ભરી તલાવડી ને, મોતીડે બાંધી પાળ રે, જેવા ગરબાના તાલે રાજકોટના શહેરીજનો ઝૂમી ઉઠ્યા હતા.

Ronak Majithiya
| Edited By: | Updated on: Oct 04, 2023 | 12:17 PM
Rajkot: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજીત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ સંચાલિત એચ.જે ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લી ના આર્થિક સહયોગથી “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “રાજકોટ શહેર કક્ષા નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા ૨૦૨૩"નું હેમુ ગઢવી નાટયગૃહ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું.

1 / 6
જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દિહોરાએ કહ્યું હતું કે, ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનું જતન કરવાના ઉદે્શ્યને પરિપુર્ણ કરવા છેવાડાનાં ગામડાથી માંડીને શહેરો સુધી સર્જનાત્‍મક વાતાવરણનું નિર્માણ કરીને પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તકો અને કલાકારોની કળાને જાળવી રાખીને પુરસ્‍કૃત કરવાના અભિગમ સાથે પ્રતિ વર્ષ શહેરી અને જિલ્લા કક્ષાનો રાસ ગરબાનો કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવે છે.

2 / 6
Rajkot: રાજકોટમાં ‘નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા 2023’ નું આયોજન, પરંપરાગત રીતે સાજીંદાઓ અને ખેલૈયાઓની જુગલબંધીએ જમાવ્યો રંગ: Photos

Rajkot Organized Navratri Ras Garba Competition 2023 in Rajkot traditional juggling of sajindas and sportsmen Photos

3 / 6
ગુજરાતની ગૌરવપૂર્ણ લોકસંસ્કૃતિના જતન અને સંવર્ધન અર્થે વિભાગ દ્વારા આયોજીત આ સ્પર્ધામાં અર્વાચીન ગરબા, પ્રાચીન ગરબા અને રાસ જેવી વૈવિધ્ય પૂર્ણ કૃતિઓ રજુ કરાઈ હતી. આ કૃતિઓની મૂળ સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે કોઈ સીડી-ડીવીડી, યુ.એસ.બી. કે રેકોર્ડિંગ વિના જ પરંપરાગત રીતે સાજીંદાઓ અને ગરબે ઘુમનાર બહેનો જ રાસ-ગરબા રમતા રમતા ગીતો પણ જાતે જ ગાયા હતા. આમ, તમામ રાસ અને ગરબાઓની પરંપરાગત પ્રસ્તુતિ કરાઈ હતી.

4 / 6
આજની આ સ્પર્ધામાં અલગ-અલગ કુલ 18 ટીમોના 360 થી વધુ સભ્યોએ ભાગ લીધો. જે પૈકી પ્રાચીન ગરબામાં પ્રથમ ક્રમે એમ એન વિરાણી કોલેજ, બીજા ક્રમે જય મહાલક્ષ્મી ગૃપ અને ત્રીજા ક્રમે ચામુંડા ગૃપ  જ્યારે રાસમાં પ્રથમ ક્રમે નટરાજ કલા મંદિર, બીજા ક્રમે કારડીયા રાજપુત રાસ મંડળ, અને ત્રીજા ક્રમે જય ભવાની ગૃપ અને અર્વાચીન ગરબામાં પ્રથમ ક્રમે વૃંદ ગ્રૃપ, બીજા ક્રમે આત્મિય યુનિવર્સિટી અને ત્રીજા ક્રમે જય  નવદુર્ગા ગૃપે મેળવ્યો હતો.

5 / 6
આ સમયે ક્રૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારીકાની વાટે, લીધો મહિયાર કેરો વેશ, દુધે તે ભરી તલાવડી ને, મોતીડે બાંધી પાળ રે, હાલોને જોવા જઈએ ઢોલાજી રે મારવાડાનો દેશ, અમે મહિયારા રે, ગોકુળ ગામના, રૂડે ગરબે છે દેવી અંબિકા રે.. જેવા વિવિધ ગીતો પર સ્પર્ધકોએ રાસ-ગરબા રમીને નવરાત્રીનો માહોલ બનાવ્યો

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">