વારંવાર મોબાઈલ ફોન હેંગ થાય છે ? તો આ ટ્રીક અપનાવો સ્માર્ટફોન ચાલશે સુપરફાસ્ટ
આજકાલ નાનાથી લઈ મોટા બધા જોડે મોબાઈલની સગવડ હોય છે. જેના માધ્યમથી તેઓ ઘરે બેસીને જ મોટાભાગના કામ કરી શકે છે.ઘણા લોકો લાંબા સમયથી એક જ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ફોન હેંગ થવાની સમસ્યા થતી હોય છે. આવી સ્થિતિમાં લાંબા સમય પછી મોબાઇલ ઉપકરણોને ઠીક રાખવા માટે મોબાઈલની જાળવણી જરૂરી છે. ફોનને સરળતાથી કામ કરે તે માટે શું ધ્યાન રાખવુ જોઈએ તે જાણીશું.

આપણે મોટા ભાગનું કામ ઘરે બેસીને મોબાઈલ કે સ્માર્ટફોન દ્વારા કરીએ છીએ.પરંતુ ક્યારેક એવું પણ બને છે કે આપણે અગત્યનું કામ કરતા હોઈએ ત્યારે ફોન હેંગ થવાની ઘટના બને છે.આના કારણે ઘણી વખત મહત્વપૂર્ણ કામ કરતી વખતે ફોન અધવચ્ચે જ ફસાઈ જાય છે.જેના કારણે ક્યારેક નુકસાન પણ થાય છે.

જો તમારો ફોન વારંવાર હેંગ થાય છે અને તમે તેને યોગ્ય સમયે ઠીક કરાવતા નથી.ત્યારે ફોનની પ્રોસેસિંગ સ્પીડ પર અસર થાય છે.

મોબાઈલ હેંગ થવાની સમસ્યા ત્યારે વધી જાય છે જ્યારે ફોનમાં રેમ સંપૂર્ણ રીતે ભરાઈ જાય છે.બજેટ સ્માર્ટફોન કે ઓછી કિંમતના ફોનમાં રેમ વધારવી શક્ય નથી. પરંતુ જો તમે ફોનમાં હેંગની સમસ્યા દૂર કરવા માંગતા હોવ તો નકામી એપને ડિલીટ કરી દો.

નકામી એપ્લિકેશન ડિલેટ કર્યા પછી પણ ફોન હેંગ થતો હોય તો તમે Cache Filesને ડિલેટ કરો. સામાન્ય રીતે સમાયંતરે Cache Files મોબાઈલ ફોનમાંથી ડિલીટ કરવી જોઈએ.

જ્યારે ફોનમાં વધુ મોબાઈલ એપ્સ ચાલતી હોય અને ફોનમાં રેમ ઓછી હોય ત્યારે ફોન હેંગ થવા લાગે છે.આવી સ્થિતિમાં બેકગ્રાઉન્ડમાં કઈ એપ્સ ચાલી રહી છે તેના પર ધ્યાન આપો.અને રેમમાંથી ડિલીટ કરી નાખો.
