AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: રાહ ના જોશો, આજે જ શરૂ કરો ₹25,000નો આ બિઝનેસ, મહિને ₹60,000 આરામથી કમાશો!

મીઠાઈ એક એવી મીઠી વાનગી છે કે, જે દરેક તહેવાર અને પ્રસંગમાં આપણી ખુશીનો ભાગ બની જાય છે. એવામાં જો તમે મીઠાઈનો વ્યવસાય શરૂ કરો છો, તો એ તમારા માટે એક સરસ અને નફાકારક વિકલ્પ બની શકે છે.

| Updated on: Jun 28, 2025 | 8:33 PM
તમે ઘરમાંથી મીઠાઈ બનાવીને વેચી શકો છો અથવા તો હોલસેલ વેપારીઓ પાસેથી તૈયાર મીઠાઈ લઈ વેચાણ શરૂ કરી શકો છો. ખાસ કરીને રસગુલ્લા, પેંડા, ગુલાબ જાંબુ જેવી મીઠાઈઓની માંગ છેલ્લા કેટલાંક વર્ષોમાં ખૂબ જ વધી છે.

1 / 7
આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે આશરે ₹25,000 થી ₹50,000 જેટલું રોકાણ કરવું પડશે. આ બિઝનેસમાં તમારે નોન-સ્ટિક પેન, કડાઈ, ગેસ સ્ટોવ અથવા ઇલેક્ટ્રિક ઈંડક્શન, મિક્સર, ફ્રિજની જરૂર પડશે. આ સિવાય પેકેજિંગ સામગ્રી જેવી કે બોક્સ અને સ્ટીકરની પણ જરૂર પડશે. હાઈજિન જાળવવા માટે ગ્લોવ્સ અને એપ્રન પણ સાથે રાખવું.

2 / 7
આ બિઝનેસમાં દૈનિક વેચાણ ₹2,000 થી ₹5,000 સુધીનું થઈ શકે છે. જોવા જેવું તો એ છે કે, આ બિઝનેસથી તમે 30% થી 50% સુધીનો ચોખ્ખો નફો મેળવી શકો છો. સરળ શબ્દોમાં કહીએ તો, રોજનો નફો ₹600 થી ₹2,000 અને મહિનાનો નફો અંદાજિત ₹18,000 થી ₹60,000 જેટલો થશે.

3 / 7
દસ્તાવેજોની વાત કરીએ તો, તમારા પાસે ફૂડ લાઇસન્સ (FSSAI), સ્થાનિક મ્યુનિસિપલ રજીસ્ટ્રેશન અને જો આવક ઊંચી જાય તો GST રજીસ્ટ્રેશન પણ હોવું જરૂરી છે.

4 / 7
મીઠાઈ તમે ઘરેથી બનાવી શકો છો. યૂટ્યુબ જેવા પ્લેટફોર્મ પરથી મીઠાઈની રેસિપી શીખી શકો છો. બીજી બાજુ, જો તમે તૈયાર મીઠાઈ વેચવા માંગતા હોવ તો સ્થાનિક હોલસેલ મીઠાઈ સપ્લાયર્સ અથવા મીઠાઈની ફેક્ટરીઓ સાથે સંપર્ક કરી શકો છો.

5 / 7
માર્કેટિંગ માટે પ્રથમ તબક્કે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનો ઉપયોગ કરો. નજીકના વિસ્તારોમાં ઓર્ડર લેવાનું શરૂ કરો. જો વેચાણ વધે તો Zomato કે Swiggy જેવી ફૂડ ડિલિવરી એપ પર પણ તમે તમારો બિઝનેસ લિસ્ટ કરાવી શકો છો.

6 / 7
આ વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી છે કે, તમે શરૂઆતમાં એક નાનું અને સરળ મેનુ તૈયાર કરો. હવે મેનૂમાં પેંડા, રસગુલ્લા, કાજુકતરી જેવી લોકપ્રિય અને સરળ મીઠાઈઓનો સમાવેશ કરો. ઓછી આઇટમોથી બિઝનેસ શરુ કરો અને ધીરે ધીરે ગ્રાહકનો વિશ્વાસ જીતો. એકવાર ગ્રાહકો આવતા થાય અને બિઝનેસ પ્રગતિ તરફ જાય પછી મેનુ વિસ્તૃત કરો.

7 / 7

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">