વિદેશની ધરતી પર ભારતીયોએ કર્યું શાસ્ત્ર પૂજન, કેલિફોર્નિયામાં કનકસિંહજી અને ફાલ્ગુનીબા ઝાલાની રેસિડન્સ ખાતે દશેરાનો ઉત્સવ ઉજવાયો, જુઓ Photos
અમેરિકામાં કનકસિંહજી ઝાલાના નિવાસસ્થાને 120 થી વધુ ક્ષત્રિય સભ્યો સાથે ભવ્ય દશેરા ઉત્સવ ઉજવાયો. શ્રદ્ધાપૂર્વક શસ્ત્ર પૂજા, આરતી અને આશીર્વચન સાથે ધર્મની જીત અને અધર્મના નાશનો સંદેશ અપાયો.

અપાર ભક્તિ, આનંદ અને પરંપરાની ભાવનાથી દશેરાનો ભવ્ય કાર્યક્રમ કનકસિંહજી અને ફાલ્ગુનિબા ઝાલા ની રેસિડન્સ ખાતે ઉજવાયો. આ પ્રસંગે 120થી વધુ ક્ષત્રિય સમુદાયના સભ્યો ઉપસ્થિત રહ્યા અને ઉત્સવને ગૌરવભર્યું બનાવ્યું. કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ શસ્ત્ર પૂજા રહ્યો, જે શ્રદ્ધાપૂર્વક અને વિધિપૂર્વક કરવામાં આવી.

અમેરિકામાં શસ્ત્ર પૂજા દરમિયાન ઉપસ્થિત સૌએ દશેરા જેવા પવિત્ર તહેવારનો અર્થ, ધર્મની જીત અને અધર્મના નાશ, વિધિવત પ્રાર્થના, આરતી અને આશીર્વચન સાથે વાતાવરણ ભક્તિ અને ગૌરવમય બનાવ્યું હતું.

આ પ્રસંગે વિશિષ્ટ મહેમાનો તરીકે ભારત કૉન્સ્યુલેટના પ્રતિનિધી ફુલવંત સિંહ અને યોગી અવૈતાનંદ ગીરી ઉપસ્થિત રહ્યા. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં આધ્યાત્મિક ઊર્જા અને પવિત્રતા ઉમેર્યા. સાથે જ જાણીતા જ્યોતિષાચાર્ય શૈલેનદ્રસિંહજી વાઘેલા એ શાસ્ત્રસંગત માર્ગદર્શન આપીને કાર્યક્રમને વધુ ધર્મનિષ્ઠ અને પવિત્ર બનાવ્યો.

આ ભવ્ય દશેરા ઉત્સવનું આયોજન રાના ગ્રુપ ઓફ કેલિફોર્નિયાના પ્રમુખ કનકસિંહજી ઝાલાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. ટીમના મુખ્ય સભ્યો મનોજકુમાર રાવલજી, મનિષકુમાર પરમાર, કૃષ્ણસિંહ રાજપરમાર, દક્ષાબા મહિદા, પુરવીબા વાઘેલા, સધના સિંહ અને સુનિલકુમારએ ઉત્સવની દરેક વિધિ અને આયોજન સમર્પણ અને ગર્વ સાથે નિભાવ્યું.

ઉત્સવ દરમિયાન સમુદાયના સભ્યો વચ્ચે એકતા, ભક્તિ અને ગૌરવની ભાવના છલકાઈ રહી હતી. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ નહોતો, પરંતુ સાંસ્કૃતિક વારસાનું ઉજવણું અને ક્ષત્રિય પરંપરાની શૌર્યભાવનાને જીવંત રાખવાનો એક પ્રેરણાદાયક પ્રયાસ હતો.

આ દશેરા ઉજવણી દ્વારા સમાજમાં ધર્મનિષ્ઠા, સાહસ અને એકતાનો સંદેશ ફેલાયો, જે દરેક ઉપસ્થિત માટે યાદગાર અને પ્રેરણાદાયક બન્યો.
બેડરૂમની દિવાલો પર ભૂલથી પણ ના કરાવો આવા રંગ, સંબંધો થઈ જશે ખરાબ
