ઘરમાં મીઠો લીમડો ઉગાડવો શુભ છે કે અશુભ ? જાણો વાસ્તુ શું કહે છે
રોજિંદા જીવનમાં વપરાતા મીઠા લીમડાના છોડને લોકો ઘરમાં જ ઉગાડે છે. ત્યારે શું ઘરમાં મીઠો લીમડો ઉગાડવો શુભ છે કે અશુભ ચાલો જાણીએ

આપણે સૌ કોઈ ઘરમાં નાના નાના છોડ લગાવતા હોઈએ છે, ત્યારે તે છોડને લઈને પણ વાસ્તુશાસ્ત્રમાં ઘણી બાબતો જણાવવામાં આવી છે. તેમા પણ રોજિંદા જીવનમાં વપરાતા મીઠા લીમડાના છોડને લોકો ઘરમાં જ ઉગાડે છે. ત્યારે શું ઘરમાં મીઠો લીમડો ઉગાડવો શુભ છે કે અશુભ ચાલો જાણીએ

ઘરમાં મીઠા લીમડાનો છોડ શુભ માનવામાં આવે છે પણ તેનું મોટું ઝાડ થવું અશુભ માનવામાં આવે છે.

એટલે કે ઘરના કૂંડામાં મીઠો લીમડો ઉગાડો છો તો ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે તેમજ ઘરના વ્યક્તિઓનું સ્વાસ્થ્ય સુધરે છે.

તેમજ મીઠા લીમડાનો છોડ ઘરમા લગાવવાથી શનિ, રાહુ અને કેતૂ ગ્રહ શાંત રહે છે

પણ જો મીઠા લીમડાનો છોડ ઝાડ બનીને ઘટાદાર થઈ જાય છે,તો તે ઘરના બાળકોની પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે

ઘરમાં મીઠો લીમડો ઝાડ બની ગયો હોય, તો તે બાળકોના લગ્નમાં પણ અવરોધો ઉભા કરે છે.

આથી મીઠો લીમડો ઘરમાં હોય તો તેને 3 ફૂટથી વધારે વધવા ના દેવો જોઈએ અને વધે તો તેની કાપણી કરતા રહેવું જોઈએ
ઘરની આસપાસ લીમડાનું ઝાડ હોવું શુભ કે અશુભ ? જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
