પહેલા જ દિવસે કમાણી કરાવીને તૂટ્યો આ ‘શેર’… ધમાકેદાર લિસ્ટિંગ બાદ લાગી ‘લોઅર સર્કિટ’, હવે ખરીદાય, વેચાય કે હોલ્ડ કરાય?
જ્વેલરી સેક્ટરની એક નવી કંપનીએ 01 July ના રોજ બુધવારે શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરીને બધાને ચોંકાવી દીધા છે. લિસ્ટિંગ થતાં જ આ સ્ટોકમાં જોરદાર હલચલ શરૂ થઈ ગઈ છે અને રોકાણકારોમાં ભારે ઉત્સુકતા છે. જો કે, જબરદસ્ત હલચલ બાદ શેર ધડામ કરતાં નીચે પટકાયો હતો. એવામાં હવે સૌથી મોટો સવાલ એ છે કે, આ સ્ટોક ખરીદવો, વેચવો કે હોલ્ડ કરવો?

જ્વેલરી કંપની એડવિટ જ્વેલ્સ (Advit Jewels) નું બુધવારે 01 જુલાઈના રોજ મજબૂત પ્રીમિયમ પર લિસ્ટિંગ થયું પરંતુ ત્યારબાદ તેમાં જોરદાર પ્રોફિટ બુકિંગ (મુનાફાવસૂલી) પણ જોવા મળી હતી. આ કારણે શેરમાં 5% ની લોઅર સર્કિટ લાગી ગઈ હતી. કંપનીનો શેર BSE પર ₹138 ના ઇશ્યૂ પ્રાઇસ સામે 35.5% પ્રીમિયમ સાથે ₹187 પર લિસ્ટ થયો હતો. NSE પર તેની એન્ટ્રી ₹188.90 પર થઈ હતી, જે ઇશ્યૂ પ્રાઇસ કરતાં 36.88% વધુ હતી.

લિસ્ટિંગ સમયે કંપનીનું માર્કેટ કેપ ₹814.27 કરોડ રહ્યું હતું. જો કે, શરૂઆતી તેજી વધુ સમય ટકી શકી નહોતી. પ્રોફિટ બુકિંગ વધવાના કારણે શેર 5% ઘટીને ₹179.46 પર બંધ થયો હતો. Advit Jewels નો ₹165.16 કરોડનો IPO ગયા અઠવાડિયે બોલી લગાવવાના છેલ્લા દિવસે 212.63 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીએ IPO માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹130 થી ₹138 નક્કી કરી હતી.

સ્વાસ્તિક ઇન્વેસ્ટમાર્ટ (Swastika Investmart) ના હેડ ઓફ વેલ્થ શિવાની ન્યાતીનું કહેવું છે કે, Advit Jewels નું લિસ્ટિંગ મજબૂત રહ્યું છે, કારણ કે કંપનીના નાણાકીય પરિણામો પણ સારા રહ્યા છે.

શિવાની ન્યાતીએ જણાવ્યું કે, 'કંપનીએ છેલ્લા બે વર્ષમાં તેની રેવન્યુ (આવક) લગભગ ત્રણ ગણી કરી દીધી છે. EBITDA માર્જિન 29-30% ની આસપાસ જળવાઈ રહ્યું છે. રિટર્ન ઓન નેટ વર્થ (RoNW) 43.6% રહ્યું છે. આ જ કારણ છે કે, કંપનીનું પ્રીમિયમ વેલ્યુએશન અમુક અંશે યોગ્ય માની શકાય. જો કે, Advit Jewels હજુ નાની અને નવી કંપની છે. તેનો બિઝનેસ પણ કેટલાક પસંદગીના વિસ્તારો પૂરતો મર્યાદિત છે, તેથી આવનારા સમયમાં તેના શેરમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.'

શિવાની ન્યાતીનું કહેવું છે કે, જે રોકાણકારોને IPO માં શેર મળ્યા છે, તેઓ શોર્ટથી મીડિયમ ટર્મ (ટૂંકાથી મધ્યમગાળા) ના દૃષ્ટિકોણથી તેને હોલ્ડ કરી શકે છે. બીજી તરફ, જે લોકોએ માત્ર લિસ્ટિંગ ગેન (નફા) માટે રોકાણ કર્યું હતું, તેઓ ઈચ્છે તો થોડો અથવા પૂરો નફો બુક કરી શકે છે.

નવા રોકાણકારોએ અત્યારે ઉતાવળ કરવી જોઈએ નહીં. તેમનું કહેવું છે કે, ઓછામાં ઓછા એક-બે ક્વાર્ટર (ત્રિમાસિક) ના પરિણામો આવવાની રાહ જોવી જોઈએ, ત્યારપછી જ આ શેરમાં મોટું રોકાણ કરવું જોઈએ. તેમણે ₹165 નો ક્લોઝિંગ સ્ટોપ-લોસ રાખવાની સલાહ પણ આપી છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
Adani Group ના આ સ્ટોક પર બ્રોકરેજ થયા ‘બુલિશ’, ‘BUY’ રેટિંગ સાથે આપ્યો ₹2,160 નો ‘મોટો ટાર્ગેટ’
