AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આંબરડી સફારી પાર્કમા સિંહના રક્ષક કર્મચારીઓ બન્યા ભક્ષક સિંહની પાછળ બાઈક દોડાવી  , જુઓ વીડિયો

Breaking News : આંબરડી સફારી પાર્કમા સિંહના “રક્ષક કર્મચારીઓ બન્યા ભક્ષક” સિંહની પાછળ બાઈક દોડાવી , જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2026 | 9:28 AM
Share

અમરેલી આંબરડી સફારી પાર્કમાં સિંહની પજવણીનો વીડિયો વાયરલ થયો છે.વનકર્મીઓ દ્વારા જ સિંહની પજવણી કરાયાનો આરોપ છે. સિંહ પાછળ ત્રણથી ચાર જેટલા લોકોએ બાઈક ભગાવી હતી. પજવણીના લીધે સિંહે ખુલ્લા મેદાન તરફ દોટ લગાવી હતી.

દિવાળીના વેકેશનમાં અમરેલી જિલ્લાના ધારીનુ આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું સિંહ, દીપડા અને હરણ સહિતના વન્યજીવોને કુદરતી વાતાવરણમાં નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓએ સફારી પાર્કની મુલાકાત લીધી છે. ત્યારે બીજી બાજુ સિંહની પજવણીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આંબરડી સફારી પાર્કનો વિડીયો

અમરેલી-ધારી આંબરડી સફારી પાર્કમા દેશની શાન ગણાતા સાવજની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.સિંહના “રક્ષક કર્મચારીઓ બન્યા ભક્ષક” સિંહની પાછળ બાઈક દોડાવી હતી. ધારી ગીર પૂર્વ ડીવીઝનનાં આંબરડી સફારી પાર્કનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વનવિભાગના કર્મચારીઓ દ્વારા ચારે તરફથી સિંહને પરેશાન કરવામાં આવ્યા છે.સિંહની પાછળ બાઈક સાથે બોલેરો પણ દોડાવી એનું શું કારણ ? તે હાલ ચર્ચામાં છે.DCF વિકાસ યાદવ આ મામલે કોઇ ખુલાસો કરવા તૈયાર નથી.

પ્રવાસનનું ભારણ સિંહ સંવર્ધન પર ભારે પડી રહ્યુ છે,બાઈકસવાર સિંહની આગળ-પાછળ દોડાવી સિંહને રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે.આ ઘટનામાં સિંહ દ્વારા વનકર્મી પર હુમલો કરાય તો વનકર્મી પોતાનો જીવ ખોઈ બેસે છે. હુમલાની ઘટનામાં પણ સિંહને પણ આજીવન કેદની સજા થઈ શકે છે. આવ કૃત્ય કરવાની વનકર્મીઓને કોણે પરવાનગી આપી તેની તપાસ કરવામાં આવશે. DCF લેવલના અધિકારીઓ ફરજ બજાવતા હોય અને વનકર્મીઓેનો વીડિયો વાયરલ થાય તે ખૂબ જ ખરાબ વાત કહી શકાય છે.

જેલ અને દંડની જોગવાઈ

વન્યજીવ અધિનિયમ, 1972 હેઠળ સિંહનો સમાવેશ અનુસૂચિ-1 માં કરવામાં આવ્યો છે, એટલે કે સિંહને કાયદા દ્વારા સર્વોચ્ચ સુરક્ષા આપવામાં આવી છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એશિયાઈ સિંહના સંરક્ષણને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતું અનુસૂચિ-1 હેઠળના પ્રાણીનો શિકાર કરવો, તેને ઇજા પહોંચાડવી કે નુકસાન પહોંચાડવું ગંભીર ગુનો છે, જેના માટે જેલ અને દંડની જોગવાઈ છે. ત્યારે સવાલ એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાકીય રક્ષણ ધરાવતા વનરાજને જો સફારી પાર્કમાં જ હેરાન કરવામાં આવે, તો જવાબદારી કોની? શું કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે છે કે પછી વનવિભાગના કર્મચારીઓને પણ એટલો જ લાગુ પડે છે? હવે જોવાનું એ રહેશે કે વાયરલ વીડિયોની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં !

Breaking News : ગીર બન્યું દિવાળી વેકેશનનું હોટસ્પોટ, જંગલના રાજાને જોવા દેશભરમાંથી ઉમટી રહ્યા છે પ્રવાસીઓ અહી ક્લિક કરો

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">