AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શિયાળામાં રોગચાળાનો કહેર જૂનાગઢમાં ડેન્ગ્યૂથી ડોક્ટરનું નિધન, અમદાવાદમાં 700થી વધુ કેસ નોંધાયા

Breaking News : શિયાળામાં રોગચાળાનો કહેર જૂનાગઢમાં ડેન્ગ્યૂથી ડોક્ટરનું નિધન, અમદાવાદમાં 700થી વધુ કેસ નોંધાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2026 | 12:21 PM
Share

જૂનાગઢ શહેરની મેડિકલ કોલેજમાં રેસિ ડોક્ટર તરીકે ફરજ બજાવતા સોનાલી ઓડેદરા નું ડેન્ગ્યુ થી મૃત્યુ થયુ છે. બે દિવસ રજા પર ગયા. અને ત્રીજા દિવસે ડયૂટી પણ કરી રાત્રે તબિયત બગડી હતી.સાંજે પ્લેટ કાઉન્ટ ઘટી જતા ડોક્ટરનું મૃત્યુ થયું છે.

જૂનાગઢ શહેરની મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબ સોનાલી ઓડેદરાનું ડેન્ગ્યુથી મોત થયું છે. 2 દિવસની રજા બાદ ત્રીજા દિવસે ફરજ પર જોડાયા હતા.રાત્રે અચાનક તબિયત બગડતાં સવારે ડેન્ગ્યુનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. સાંજે પ્લેટલેટ કાઉન્ટ ઘટતાં ડોક્ટરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ.

7 દિવસની જગ્યાએ માત્ર 2 દિવસની રજા મળ્યાનો આક્ષેપ હાલ કરવામાં આવી રહ્યો છે. ડેન્ગ્યુના દર્દીઓને સામાન્ય રીતે ઓબ્ઝર્વેશનમાં રાખવા જરૂરી હોવાની ચર્ચા થઈ રહી છે. ડોક્ટર સોનાલી ઓડેદરાના નિધનથી મેડિકલ કોલેજમાં શોકનું વાતાવરણ છે.

700થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં શિયાળામાં રોગચાળો વકર્યો છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં 700થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. ગત્ત વર્ષની સરખામણીએ ડેન્ગ્યુના કેસ બમણા નોંધાયા છે. માત્ર ઓક્ટોબર મહિનામાં 553 કેસ નોંધાયા છે. તોનવેમ્બરમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોને ડેન્ગ્યુ થયો છે. ટાઇફોઇડ, કમળો, ઝાડાઊલટીના કેસમાં પણ વધારો થયો છે.

ડેન્ગ્યુ તાવના લક્ષણો

ડેન્ગ્યુ એક વાયરલ ચેપ છે જે મુખ્યત્વે ચેપગ્રસ્ત એડીસ મચ્છર ના કરડવાથી ફેલાય છે.ડેન્ગ્યુ તાવના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ઉલટી અને થાકનો સમાવેશ થાય છે. ડેન્ગ્યુ તાવ લગભગ 2 થી 7 દિવસ સુધી રહે છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર, 100 થી વધુ દેશોમાં દર વર્ષે 50 થી 100 મિલિયન લોકો ડેન્ગ્યુનો ભોગ બને છે.

 

Breaking News : ગુજરાત પોલીસ ડ્રગ્સ આરોપીઓની ગેરકાયદે મિલકતો પર કરશે મોટી કાર્યવાહી, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">