Goldની દુનિયામાં થઈ રહ્યું છે કઈક એવું કે, 10 લાખ સુધી પહોંચી શકે છે ભાવ ! જાણો કેમ
તમને જણાવી દઈએ કે ભારતમાં 774 ટન સોનાના વપરાશની સરખામણીમાં લગભગ 1.6 ટન સોનું ઉત્પન્ન થાય છે. જ્યારે સમગ્ર વિશ્વમાં 3 હજાર ટન સોનું કાઢવામાં આવે છે. ત્યારે સોનામાં મોટો ખેલ થઈ રહ્યો છે જેના કારણે સોનાનો ભાવ ભવિષ્યમાં આસમાને હશે.

આજે દુનિયાભરમાં મોટાભાગના લોકો સોનાને વધુ સારું રોકાણ માને છે. કારણ કે આ સમયે સોનું દુનિયાની સૌથી કિંમતી ધાતુઓમાંની એક છે. પરંતુ શું તમે જાણો છો કે અત્યાર સુધી કેટલું સોનું કાઢવામાં આવ્યું છે? તેમજ તે કાઢી લીધા પછી હવે કેટલું સોનું બચ્યું છે અને ખાણ-ખદાનો માંથી બધુ સોનું કાઢી લેવામાં આવશે તો પછી સોનું ક્યાંથી આવશે? તેમજ તે સમયે સોનું કેટલાં રુપિયા પર પહોંચી શકે છે ચાલો જાણીએ

વિશ્વમાં અત્યાર સુધીમાં કેટલું સોનું મળી આવ્યું છે?: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર આજ સુધીમાં, વિશ્વમાં લગભગ 2,44,000 મેટ્રિક ટન સોનું મળી આવ્યું છે. એટલે કે 1 મેટ્રિક ટન બરાબર 1 હજાર કિલો ગ્રામ છે. ત્યારે અત્યાર સુધી 2,44,000 મેટ્રિક ટન સોનું કાઢવામાં આવ્યું છે. જેમાંથી 1,87,000 મેટ્રિક ટનનું ઉત્પાદન થયું છે.

હવે કેટલું સોનું બચ્યું છે? : હાલમાં 57,000 મેટ્રિક ટન સોનું ભૂગર્ભ ભંડારમાં પડેલું છે. તેમજ યુએસ જીઓલોજિકલ સર્વેનો અંદાજ છે કે લગભગ 64,000 મેટ્રિક ટન સોનું હજુ પણ ભૂગર્ભ ભંડારમાં હાજર છે. એટલે કે એક અંદાજ મુજબ 57,000 મેટ્રિક ટન સોનું ભૂગર્ભમાં છે

દરવર્ષે કેટલું સોનું કાઢવામાં આવે છે? : હવે વાત કરીએ કે દર વર્ષે કેટલું સોનું કાઢવામાં આવે છે તો રિપોર્ટ મુજબ માહિતી અનુસાર, દર વર્ષે ભારતમાં 774 ટન સોનાના વપરાશની સરખામણીમાં લગભગ 1.6 ટન સોનું ઉત્પન્ન થાય છે. જ્યારે સમગ્ર વિશ્વમાં 3 હજાર ટન સોનું કાઢવામાં આવે છે.

અમેરિકામાં વિશ્વમાં સૌથી વધુ સોનાનો ભંડાર છે. અમેરિકા પાસે તેના ખજાનામાં 8133 ટન સોનું છે. આ યાદીમાં જર્મની બીજા ક્રમે છે, જેની પાસે 3353 ટન સોનું છે. ત્રીજા નંબર પર ઇટાલી છે. ઇટાલી પાસે 2452 ટન સોનું છે. ફ્રાન્સ 2437 ટન સોના સાથે ચોથા સ્થાને છે. વિશ્વમાં સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતા દેશોમાં રશિયા પાંચમા સ્થાને છે. રશિયા પાસે કુલ 2335 ટન સોનું છે. ચીન 2264 ટન સોના સાથે આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. આ ઉપરાંત, સ્વિટ્ઝર્લૅન્ડ 1040 ટન સોનું ધરાવે છે. તેમજ ભારત 8મા સ્થાને છે. ભારત પાસે કુલ 876 ટન સોનું છે. જાપાન નવમા સ્થાને છે, જેની પાસે 846 ટન સોનું છે. નેધરલેન્ડ 612 ટન સોના સાથે 10મા સ્થાને છે.

બધુ સોનું કાઢી લેવામાં આવશે તો પછી શું થશે?: તમને જણાવી દઈએ કે મોટાભાગનું સોનું ખનન દ્વારા કાઢવામાં આવે છે તે સિવાય નદીની તળેટીમાંથી તો સમુદ્રની સપાટીમાંથી મળી આવે છે, પણ જો આ બધી જ જગ્યાએ થી સોનું કાઢી લેવામાં આવે તો પછી તે ફક્ત પૃથ્વીની અંદરના કેટલાક સ્થળોએથી જ સોનું આવી શકે છે અને જો તેમાંથી પણ સોનું મળવું મુશ્કેલ થઈ જશે, તો તે ખૂબ જ દુર્લભ બની જશે, જેના કારણે તેની કિંમત ઘણી વધી જશે. આનાથી કરન્સીના મૂલ્યમાં પણ વધઘટ અને અસ્થિરતા આવી શકે છે.

જો હવે સોનું બધુ જ કાઢી લેવામાં આવે તો પછી લોકો પાસે જે હાલ 1 લાખ રુપિયે સોનું છે વિચારો તે ભવિષ્યમાં કેટલું મોંઘુ થઈ જશે. જોકે કેટલાક નિષ્ણાંતો 2026માં સોનું 2 લાખ સુધી પહોંચી શકેની આગાહી કરી રહ્યા છે ત્યારે આજથી 10-12 વર્ષ પછી તો સોનાનો ભાવ 10 લાખને પાર પહોંચી શકે છે
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો

































































