Women’s health : મિલ્ક ડિસ્ચાર્જ હોઇ શકે છે શરીરમાં હાઈપ્રોલેક્ટીન લેવલના સંકેતો, જાણો આને નિયંત્રણ કરવા કેમ જરુરી
પ્રોલેક્ટીનનું ઊંચું સ્તર ઘણી સમસ્યાઓનું કારણ સાબિત થાય છે. ગર્ભવતી ન હોય તેવી સ્ત્રીઓમાં તેનું સ્તર ઓછું જોવા મળે છે. જાણો પ્રોલેક્ટીનનું ઊંચું સ્તર પીરિયડ સાઈકલને કેવી રીતે અનિયમિત બનાવે છે.

લાઈફસ્ટાઈલમાં વધી રહેલા તણાવ અને ફાસ્ટફુડથી અનેક સમસ્યાઓ થાય છે. આનાથી શરીરના હોર્મોનમાં અસંતુલન વધી જાય છે. જે ફર્ટીલિટીથી લઈ પીરિયડ સાઈકલને પ્રભાવતિ કરે છે. પ્રોલેક્ટિનનું ઉંચુ સ્તર આ સમસ્યાઓનું મુખ્ય કારણ સાબિત થઈ શકે છે. જે મહિલાઓ પ્રેગ્નેન્ટ હોતી નથી. તેનામાં આ સ્તર ઓછું જોવા મળે છે. તો ચાલો જાણીએ પ્રોલેક્ટિનનું ઉંચુ સ્તર ક્યા પ્રકારના પીરિયડ્સ સાઈકલને બનાવે છે અનિયમિત

પ્રોલેક્ટિન હોર્મોન પિટ્યુટરી ગ્રંથિમાંથી રિલીઝ થનારું એક એવું હોર્મોન છે. જે સેક્સુઅલ એક્ટિવિટી,ફર્ટિલિટી અને સ્તનપાનમાં મદદગાર સાબિત થાય છે. જે મહિલાઓ ગર્ભવતી નથી.તેનામાં આ સ્તર ઓછું જોવા મળે છે. પરંતુ શરીરમાં અનેક કારણોથી વધતું આ સ્તર અનિયમિત પીરિયડ્સ અને વંધ્યત્વનું કારણ સાબિત થાય છે.

આ વિશે ડોક્ટરે જણાવ્યું કે, સામાન્ય રીતે જ્યારે પ્રોલેક્ટીનનું સ્તર 25 થી 50 ની વચ્ચે રહે છે, ત્યારે શરીરમાં કોઈ ખાસ લક્ષણો જોવા મળતા નથી. પીરિયડ્સમાં કોઈ અનિયમિતતા હોતી નથી. પરંતુ પ્રોલેક્ટિનનું આ સ્તર ગર્ભધારણની ક્ષમતા પર નકારાત્મક પ્રભાવ માટે સક્ષમ છે. જો સ્તર 50થી ઉપર થઈ જાય તો પીરિયડ્સ અનિયમિત થઈ જાય છે અને ગર્ભધારણની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે.

શરીરમાં પ્રોલેક્ટીનનું ઊંચું સ્તર હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે. આ પીરિયડ્સને ખલેલ પહોંચાડે છે. વધુ પડતું પ્રોલેક્ટીન આપણા મગજને FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને LH લ્યુટીનાઇઝિંગ હોર્મોન મુક્ત થવાથી અટકાવે છે. આનો પ્રભાવ પીરિયડ સાઈકલને અસર કરે છે,

કેટલીક મહિલાઓને સ્તનમાંથી દૂધ જેવો સ્ત્રાવ પણ થાય છે. પ્રોલેક્ટિનનું સ્તર 100 ઉપર પહોંચવું સમયથી પહેલા મેનોપોઝના લક્ષણો બનાવે છે અને પીરિયડસ્ આવતા બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં પ્રેગ્નેન્સીની શક્યતા રહેતી નથી.

પ્રોલેક્ટીનનું ઊંચું સ્તર ઓવ્યુલેશનની પ્રક્રિયાને ધીમી કરે છે. આને કારણે, અંડાશય ધીમે ધીમે ઇંડા રિલીઝ કરે છે અથવા બિલકુલ ઇંડા રિલીઝ કરતું નથી. આમ, અંડાશય ધીમી પ્રક્રિયા સાથે ઇંડા રિલીઝ કરે છે અથવા બિલકુલ ઇંડા રિલીઝ કરતા નથી. આ નેચરલ પ્રેગ્નેન્સીની શક્યતા ઘટાડે છે.

માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક દવાઓ લેવાથી પણ આ થઈ શકે છે. સામાન્ય રીતે, સ્તનપાન ન કરાવતી સ્ત્રીઓના લોહીમાં પ્રોલેક્ટીનનું સ્તર 25 નેનોગ્રામ પ્રતિ મિલીલીટર કરતા ઓછું હોય છે. આનાથી વધુ સ્તર એ હાઇપરપ્રોલેક્ટીનેમિયાનું લક્ષણ છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
