Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં વધારો, પણ 1 મહિનામાં ₹5,180 નો કડાકો! ખરીદી કરતાં પહેલાં જુઓ આજના રેટ
અમદાવાદમાં 17 ઓક્ટોબર 2026 ના રોજ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો અને ફિઝિકલ ગોલ્ડ તથા ગોલ્ડ ETF ખરીદવામાં ખર્ચનો કેટલો તફાવત છે? જાણો આજના સોનાના ભાવની સંપૂર્ણ વિગતો.

આજની તારીખ 17 ઓક્ટોબર 2026 ના રોજ અમદાવામાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. (Image Source | AI Generated)

આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,47,710 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,35,400 અને 1,10,780 છે. (Image Source | Groww)

અમદાવામાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 10 અને 11 ઓક્ટોબરના રોજ નોંધાયો છે. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,51,470 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,38,850 અને 1,13,600 છે. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં અમદાવામાં સોનાનો સૌથી ઓછો ભાવ 15 અને 16 તારીખે નોંધાયો હતો. જે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,47,490 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,35,200 અને 1,10,620 છે. (Image Source | Groww)

આજે 24K સોનાના ભાવ ₹1,47,710 છે. જે 16 સપ્ટેમ્બર 2026 ના રોજનો ભાવ ₹1,52,890 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹5,180 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

અમદાવામાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,47,710.00 અને 3% GST (₹4,431.30) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,72,855.70 થી ₹1,86,314.60 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,48,448.55 થી ₹1,49,187.10 માં છે. (Image Source | Groww)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | AI Generated)
આ પણ વાંચો, Breaking News : કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તંત્રની મોટી કાર્યવાહી, રૂ. 8 કરોડનો મુદ્દામાલ સીઝ ! જુઓ Video
