Gold Silver Rate: રિટેલ બજારમાં સોનાના ભાવમાં વધારો પણ ચાંદીની સ્થિતિ…? જાણો તમારા શહેરમાં શું ભાવ ચાલી રહ્યો છે
જુલાઈની શરૂઆત થતાં જ સોના-ચાંદીના ભાવમાં હલચલ જોવા મળી છે. એવામાં ચાલો જાણીએ કે, આજે તમારા શહેરમાં સોનાનો ભાવ શું છે અને ચાંદીની સ્થિતિ શું છે તે પણ સમજી લઈએ.

આજે 1 જુલાઈના રોજ સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,980 રૂપિયા થયો હતો. ટૂંકમાં કહીએ તો, સોનાના ભાવમાં 0.610 ટકા એટલે કે 590 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

બીજી બાજુ, ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી અને 1 કિલોગ્રામ ચાંદી ગઈકાલના ભાવ પર એટલે કે ₹1,06,360 પર જ ટ્રેડ થઈ રહી છે. MCX પર ફ્યુચર કોન્ટ્રાક્ટ હેઠળ 5 ઓગસ્ટના રોજ ડિલિવર થનારા 10 ગ્રામ સોનાના ભાવમાં પણ થોડો વધારો જોવા મળ્યો હતો, જ્યાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 618 રૂપિયાના વધારા સાથે 96,471 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

5 ઓગસ્ટ, 2025 ના રોજ ફ્યુચર કોન્ટ્રાક્ટ FUTCOM હેઠળ ડિલિવરી માટે 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ટ્રેડ 96,471 રૂપિયા હતો. આ કોન્ટ્રાક્ટની ઓપન પ્રાઇસ પણ 96,471 રૂપિયા હતી.

ટ્રેડિંગ દરમિયાન આની હાઈ પ્રાઇસ 96,834 રૂપિયા અને લો-પ્રાઇસ 96,075 રૂપિયા નોંધાઈ હતી. અગાઉની ક્લોઝિંગની સરખામણીએ, આમાં 618 રૂપિયા એટલે કે 0.64 ટકાનો વધારો જોવા મળ્યો છે.

1 જુલાઈના રોજ, ઈન્ડિયા MCX પર ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામે 1,06,324 રૂપિયા નોંધાયો હતો. અગાઉના ભાવની તુલનામાં આમાં 0.03 ટકા એટલે કે 32 રૂપિયાનો વધારો થયો છે.

વધુમાં જોઈએ તો, એક અઠવાડિયામાં સોનાના ભાવમાં 0.86 ટકાનો ઘટાડો થયો છે. અગાઉ, 24 જૂને સોનું 97,230 રૂપિયા પર હતું અને હવે તે 96,390 રૂપિયા પર છે. જો કે, છેલ્લા એક મહિનામાં આમાં 0.47 ટકાનો વધારો જોવા મળ્યો છે.

છેલ્લા એક વર્ષમાં, સોનાના ભાવમાં 34.14 ટકાનો જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. 1 જુલાઈ, 2024 ના રોજ સોનાનો ભાવ 71,860 રૂપિયા હતો, જેની સરખામણીમાં હવે તે 96,390 રૂપિયા છે.

બીજી તરફ ચાંદીની વાત કરીએ તો, 999 શુદ્ધતાવાળી ચાંદીનો ભાવ 1,06,360 રૂપિયા પ્રતિ કિલો પર યથાવત છે. એક અઠવાડિયા પહેલા ચાંદીનો ભાવ 1,05,390 રૂપિયા હતો. જો કે, આમાં 0.92 ટકાનો વધારો થયો છે.

એક મહિના પહેલા 1 જૂને ચાંદીનો ભાવ 97,300 રૂપિયા હતો, એટલે કે તેમાં 9.31 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે 1 જુલાઈ, 2024 ના રોજ ચાંદી 89,750 રૂપિયા પ્રતિ કિલો હતી અને અત્યાર સુધી તેમાં 18.51 ટકાનો વધારો જોવા મળ્યો છે.

1 જુલાઈ 2025ના રોજ ભારતના મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાના ભાવમાં થોડો તફાવત જોવા મળી રહ્યો છે. બેંગલુરુમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹96,860 રહ્યો, જ્યારે ચેન્નાઈમાં સૌથી વધુ ₹97,060 નોંધાયો. દિલ્હીમાં સોનાનો ભાવ ₹96,600 રહ્યો અને કોલકાતામાં ₹96,650 રહ્યો. બીજું કે, મુંબઈમાં સોનું ₹96,780ના ભાવ પર જોવા મળ્યું, જ્યારે પુણેમાં સોનાનો ભાવ ₹96,790 રહ્યો.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો

































































