Breaking News : અમદાવાદના ટ્રાફિક તંત્રનો અખતરો નિષ્ફળ! 12 કલાકમાં જ કેપ્સ્યુલ સિસ્ટમ ફેઈલ,જુઓ Video
અમદાવાદમાં ટ્રાફિક નિયંત્રણ કરવા માટે ગઈકાલે પકવાન ચાર રસ્તા પર કેપ્સ્યૂલ સિસ્ટમ અપનાવવામાં આવી હતી. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અપનાવવામાં આવેલી કેપ્સ્યુલ સિસ્ટમનો માત્ર 12 કલાકમાં જ ફિયાસ્કો થયો છે. અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળે તે માટે નવો પ્રયોગ લાગુ કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં ટ્રાફિક નિયંત્રણ કરવા માટે ગઈકાલે પકવાન ચાર રસ્તા પર કેપ્સ્યૂલ સિસ્ટમ અપનાવવામાં આવી હતી. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અપનાવવામાં આવેલી કેપ્સ્યુલ સિસ્ટમનો માત્ર 12 કલાકમાં જ ફિયાસ્કો થયો છે. અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળે તે માટે નવો પ્રયોગ લાગુ કરવામાં આવ્યો હતો.
12 કલાકમાં જ કેપ્સ્યુલ સિસ્ટમ ફેઈલ
ઉલ્લેખનીય છે કે ગઈકાલે સવારથી જ પકવાન રસ્તા પર કેપ્સ્યુલ સિસ્ટમ અમલમાં મુકવામાં આવી હતી. આ વ્યવસ્થા અંતર્ગત ચાર રસ્તા બંધ કરીને વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો. આ વ્યવસ્થા અંતર્ગત વાહનચાલકોને 100થી 150 મીટરનું અંતરે ટર્ન લઈને આગળ વધવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પ્રાપ્તથતી માહિતી અનુસાર આ અગાઉ પણ અમદાવાદના પેલેડિયમ અને સોલા સિવિલ પાસે કેપ્સ્યૂલ સિસ્ટમ અપનાવવામાં આવી હતી. જેનાથી કેટલાક અંશે રાહત મળી હતી, પરંતુ પકવાન ચાર રસ્તા પર આ સિસ્ટમ નિષ્ફળ થઈ છે. હવે અહિં સવાલ એ પણ થાય છે કે AMC અને પોલીસ પાસે અમદાવાદનાં ટ્રાફિકની સમસ્યા માટે કોઇ સમાધાન છે કે નહિં ? મકરબા બ્રિજ બન્યા બાદ પણ ટ્રાફિકની સમસ્યા થઇ, જ્યારે ટ્રાફિકનું સોલ્યુશન હોવુ જોઇએ. શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓ ઉદભવવાનું કારણ આયોજનનો અભાવ ?
શું છે કેપ્સ્યુલ સિસ્ટમ ?
કેપ્સ્યુલ સિસ્ટમ એટલે ટ્રાફિક જામ ઘટાડવા માટેની વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા. તેમાં ચાર રસ્તા પર સીધા વાહનો પસાર કરવાને બદલે આગળ કે પાછળ 100થી 150 મીટરના અંતરે યુ-ટર્ન લેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારબાદ વાહનચાલકો પોતાના ઇચ્છિત રસ્તે જઈ શકે છે. આ પ્રયોગનો મુખ્ય હેતુ સિગ્નલ પરનો સમય ઘટાડીને વાહનવ્યવહાર ઝડપી બનાવવાનો છે.
આ પણ વાંચો : Breaking News : રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન કેસ ગરમાયો, મનપાના રિપોર્ટમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ ન થતા ઊઠ્યા મોટા સવાલ,જુઓ Video
