AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ટિકિટમાં ₹20 હજારનું ડિસ્કાઉન્ટ આપી કરાવતો હતો સોનાની દાણચોરી, મહેસાણાના ટ્રાવેલ ઓપરેટરની ધરપકડ ! જુઓ Video

Breaking News : ટિકિટમાં ₹20 હજારનું ડિસ્કાઉન્ટ આપી કરાવતો હતો સોનાની દાણચોરી, મહેસાણાના ટ્રાવેલ ઓપરેટરની ધરપકડ ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2026 | 1:40 PM
Share

ગુજરાતમાં સોનાની દાણચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. વિદેશ પ્રવાસે જતા મુસાફરોને હવાઈ ટિકિટમાં ₹15થી ₹20 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપીને તેમની પાસેથી સોનાની દાણચોરી કરાવવામાં આવતી હતી. કસ્ટમ્સ વિભાગે આ મામલે મહેસાણાના એક ટ્રાવેલ ઓપરેટરની ધરપકડ કરી છે. તપાસમાં અત્યાર સુધીમાં 35 મુસાફરો મારફતે સોનાની દાણચોરી કરાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં સોનાની દાણચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. આરોપી ટ્રાવેલ ઓપરેટર વિદેશમાં ફરવા જતા મુસાફરોને નિશાન બનાવતો હતો. તે મુસાફરોને ટિકિટમાં ₹15થી ₹20 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની લાલચ આપતો હતો. ત્યારબાદ પોતાના એજન્ટને મુસાફરો સાથે વિદેશ મોકલતો હતો.

વિદેશમાં એજન્ટ મુસાફરો સાથે મળીને સોનાની વસ્તુઓ ખરીદતો હતો. પરત ફરતી વખતે એજન્ટ આ સોનાની ચેઇન, પેન્ડન્ટ અને અન્ય વસ્તુઓ મુસાફરોને સોંપી દેતો હતો. ત્યારબાદ મુસાફરો આ વસ્તુઓ લઈને અમદાવાદ એરપોર્ટ પહોંચતા હતા. આ રીતે મુસાફરોનો ઉપયોગ કરીને સોનાની દાણચોરીનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું.

35 મુસાફરો મારફતે સોનાની દાણચોરી કરાવી

કસ્ટમ્સ વિભાગની તપાસમાં આરોપીએ અત્યાર સુધીમાં 35 મુસાફરો મારફતે સોનાની દાણચોરી કરાવી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ વર્ષ 2024માં 27 લોકો મારફતે સોનાની દાણચોરી કરાવી હોવાની કબૂલાત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

₹1.13 કરોડના સોના સાથે 8 મુસાફરો ઝડપાયા બાદ થયો પર્દાફાશ

આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ 21 જુલાઈના રોજ ઝડપાયેલા મુસાફરોની તપાસ દરમિયાન થયો હતો. અમદાવાદ એરપોર્ટ પર 770 ગ્રામ સોના સાથે 8 મુસાફરોને પકડવામાં આવ્યા હતા. જપ્ત કરવામાં આવેલા સોનાની કિંમત અંદાજે ₹1.13 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.

કસ્ટમ્સ વિભાગે મુસાફરો પાસેથી સોનાની ચેઇન, પેન્ડન્ટ અને મણકા સહિતની વસ્તુઓ જપ્ત કરી હતી. આ મુસાફરોની પૂછપરછ અને તપાસ દરમિયાન મહેસાણાના ટ્રાવેલ ઓપરેટરની સંડોવણી સામે આવી હતી. ત્યારબાદ કસ્ટમ્સ વિભાગે આરોપીની ધરપકડ કરી હતી.

હાલમાં કસ્ટમ્સ વિભાગ આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને વિદેશથી સોનું લાવવાની આ પદ્ધતિમાં કેટલા લોકો સામેલ છે તે અંગે વધુ તપાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો, Gujarat Weather Today: ગુજરાતમાં શિયાળાનું જોર વધશે, આગામી 7 દિવસ કડકડતી ઠંડીની આગાહી, નલિયામાં 11.5 ડિગ્રી તાપમાન

Follow Us
g clip-path="url(#clip0_868_265)">