AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમેરિકામાં તોફાની વાવાઝોડાનો ડબલ એટેક! હજારો ફ્લાઈટ્સ રદ, 120 વર્ષ બાદ પ્રથમવાર થેંક્સગિવિંગની પરેડ મુલત્વી, જુઓ Video

અમેરિકામાં ભયાનક વાવાઝોડાની આગાહી સાચી સાબિત થઈ છે. અમેરિકામાં થેન્કસગિવિંગની ઉજવણી થઈ રહી હતી. તે દરમિયાન વાવાઝોડાએ ભયાનક તબાહી મચાવી છે. અમેરિકાના પૂર્વ કિનારા પર ભારે વરસાદ, તેજ પવન અને દરિયાકાંઠે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે ભયાનક વાવાઝોડુ આવતા અનેક વિસ્તારોની વીજળી ગુલ થઈ ગઈ છે.

Breaking News : અમેરિકામાં તોફાની વાવાઝોડાનો ડબલ એટેક! હજારો ફ્લાઈટ્સ રદ, 120 વર્ષ બાદ પ્રથમવાર થેંક્સગિવિંગની પરેડ મુલત્વી, જુઓ Video
US Storm
| Updated on: Nov 27, 2026 | 9:32 AM
Share

અમેરિકામાં ભયાનક વાવાઝોડાની આગાહી સાચી સાબિત થઈ છે. અમેરિકામાં થેન્કસગિવિંગની ઉજવણી થઈ રહી હતી. તે દરમિયાન વાવાઝોડાએ ભયાનક તબાહી મચાવી છે. અમેરિકાના પૂર્વ કિનારા પર ભારે વરસાદ, તેજ પવન અને દરિયાકાંઠે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે ભયાનક વાવાઝોડુ આવતા અનેક વિસ્તારોની વીજળી ગુલ થઈ ગઈ છે. આ સાથે જ અનેક હવાઈ મુસાફરી ખોરવાઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ન્યૂયોર્કની પ્રખ્યાત મેસી’સ થેન્ક્સગિવિંગ પરેડ પણ મુલતવી રાખવામાં આવી છે.

70 માઈલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન

પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમેરિકાના અનેક વિસ્તારોમાં પવનની ઝડપ 70 માઈલ પ્રતિ કલાક એટલે કે લગભગ 112 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી. જોકે ભારે પવનને કારણે વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાતા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.

વાવાઝોડાની અસરને કારણે હજારો ફ્લાઈટ્સના સમયપત્રકમાં ફેરફાર થયો છે. FlightAwareના આંકડા મુજબ, શુક્રવાર વહેલી સવારે અમેરિકામાં આવતી-જતી અથવા ત્યાંથી ઉપડતી 417 ફ્લાઈટ્સ રદ થઈ હતી, જ્યારે આશરે 1,800 ફ્લાઈટ્સ મોડી પડી હતી.

ઉલ્લેખનીય છે કે વાવાઝોડાને કારણે અમેરિકાના અનેક રાજ્યોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જો કે શુક્રવાર વહેલી સવારે ઉપલબ્ધ આંકડા મુજબ, 8.36 લાખથી વધુ વીજ ગ્રાહકો વીજળી વિના હતા. વર્જિનિયા, મેરીલેન્ડ અને પેન્સિલવેનિયા સહિતના રાજ્યોમાં સૌથી વધુ અસર જોવા મળી હતી.

મેસી’સ પરેડ પહેલીવાર મુલતવી

ન્યૂયોર્કમાં યોજાતી 100મી મેસી’સ થેન્ક્સગિવિંગ પરેડ [Macy’s Thanksgiving Day Parade] પણ વાવાઝોડાને કારણે મુલતવી રાખવામાં આવી છે. પરેડમાં ઉપયોગમાં લેવાતા વિશાળ ફુગ્ગાઓ તેજ પવનમાં જોખમી બની શકે તેવી આશંકાને પગલે આયોજકોએ આ નિર્ણય લીધો હતો. હવે પરેડ શનિવારે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. વાવાઝોડાને કારણે અમેરિકાના અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. અધિકારીઓએ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને પૂરગ્રસ્ત રસ્તાઓથી દૂર રહેવાની સલાહ આપી છે.

આ પણ વાંચો : Breaking News : તેલ ભરેલું ટેન્કર પલટી જતા લાગી ભીષણ આગ, 31 લોકોના મોત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">