AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate: સોનાનો ભાવ ડગ્યો, શું આગામી દિવસોમાં વધુ ઘટાડો થશે? જાણો નિષ્ણાતો શું કહે છે

આંતરરાષ્ટ્રીય બજારથી લઈને સ્થાનિક વેપાર સુધી, આ અઠવાડિયે સોનાની ચાલ ખૂબ જ રસપ્રદ રહેવાની છે. રોકાણકારો હવે અમેરિકાના ખાસ આંકડા પર અને ફેડની વ્યૂહરચના પર નજર રાખી રહ્યા છે.

| Updated on: Jun 29, 2025 | 9:14 PM
આગામી સપ્તાહમાં સોનાના ભાવ દબાણ હેઠળ રહી શકે છે. આનું કારણ અમેરિકાના આર્થિક ડેટાની રાહ જોવી અને ફેડરલ રિઝર્વના વલણ અંગે અનિશ્ચિતતા છે. બજાર નિષ્ણાતો કહે છે કે, રોકાણકારોનો રસ હવે સોના જેવા સુરક્ષિત રોકાણથી શેર જેવા જોખમી એસેટ્સ તરફ વળ્યો છે.

1 / 7
ફેડના ચેરમેન જેરોમ પોવેલે તાજેતરમાં જ તેમના નિવેદનમાં સંકેત આપ્યો હતો કે, વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે પરંતુ આ તાત્કાલિક ધોરણે કઈ શક્ય લાગતું નથી. આ કારણે, ગ્લોબલ લેવલે રોકાણકારો સોનાથી દૂર રહી રહ્યા છે. આ કારણ થકી ભાવમાં દબાણ જોવા મળી રહ્યું છે.

2 / 7
શુક્રવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો વાયદો 1,563 રૂપિયા ઘટીને 95,524 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો.

3 / 7
LKP સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીને PTI દ્વારા ટાંકીને કહેવામાં આવ્યું છે કે, જિયો-પોલિટિકલ તણાવમાં ઘટાડો અને રોકાણકારોના બદલાતા વલણને કારણે સોનું હવે 93,000 રૂપિયાથી 97,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં વેપાર કરી શકે છે. જો કે, આંતરરાષ્ટ્રીય બજારમાં તે $3,175 અને $3,325 ની વચ્ચે રહી શકે છે.

4 / 7
વેન્ચુરાના કોમોડિટીઝના હેડ એનએસ રામાસ્વામી માને છે કે, હાલમાં સોનામાં મજબૂતાઈની શક્યતા મર્યાદિત છે. યુએસ-ચીન ડીલથી ડોલર ઇન્ડેક્સને વધુ ટેકો મળ્યો નથી પરંતુ જો 9 જુલાઈની ટેરિફ ડેડલાઇન મુલતવી રાખવામાં આવે તો સોનાને થોડી રાહત મળી શકે છે.

5 / 7
રામાસ્વામીએ કહ્યું કે, હાલમાં ડોલર નબળો હોવાથી સોનાને થોડો ટેકો મળી રહ્યો છે. બીજું કે, તેલના ભાવમાં ઘટાડાથી ફુગાવાની ચિંતા ઓછી થઈ છે, જેના કારણે શેરબજારમાં જોખમ લેવાની વૃત્તિ વધી છે અને સોનાની માંગ ઘટી રહી છે.

6 / 7
જો ડોલરમાં કોઈ મોટો ઘટાડો નહીં થાય અથવા ફેડ તરફથી કોઈ આશ્ચર્યજનક નિર્ણય નહીં આવે, તો હાલમાં સોનામાં કોઈ મોટો ઉછાળો શક્ય લાગતો નથી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">