ગીર સોમનાથ: વેરાવળની ચોપાટી પર આયોજિત પર્યટન પર્વમાં સજી સંગીત સંધ્યા, ઓસમાણ મીરે સોમનાથવાસીઓને કર્યા રસતરબોળ- Photos
ગીર સોમનાથના વેરાવળની ચોપાટી આજે સંગીતમય બની હતી. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેરાવળ ચોપાટી પર પર્યટન પર્વનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ઓસમાણ મીર અને આમીપર મીરની જુગલબંધીએ સહુને મંત્રમુગ્ધ કર્યા હતા.

લોકસંગીતથી વેરાવળની ચોપાટી સંગીત મય બની હતી. રમતગતમ, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથના દ્રારા વેરાવળ ચોપાટી ખાતે ‘પર્યટન પર્વ'નું આયોજન કરવામાં આવ્યું.

ગુજરાતની લોકસંગીતના 'પર્યટન પર્વ'માં જાણીતા ગાયક ઓસમાણ મીર તથા આમીર મીરે લોકસંગીતની પ્રસ્તુતિ રજૂ કરીને સોમનાથવાસીઓને રસતરબોળ કર્યા.

ઓસમાણ મીર અને આમીર મીરની જુગલબંધીએ 'નગર મેં જોગી આયા', 'માઈ તેરી ચૂનરિયા લહેરાઈ' અને શિવસ્તુતિ જેવા વિવિધ દૂહા, છંદ અને ગીતો રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં.

ઓસમાણ મીર તથા આમીર મીરની જુગલબંધીને વેરાવળવાસીઓએ મનભરી માણી હતી

જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અને આગેવાનો તેમજ ગીર સોમનાથની સ્થાનિક જનતા ઉપસ્થિત રહી હતી.

મોટી સંખ્યામાં વેરાવળની જનતા આ પર્યટન પર્વમાં પહોંચી હતી અને આ સંગીત સંધ્યાને માણી હતી. Input Credit- Yogesh Joshi- Gir Somnath