Breaking News : અમદાવાદમાં રહેણાંક મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ થયો , જુઓ Video
અમદાવાદ સરખેજ-જુહાપુરામાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે.મોહમ્મદી પાર્ક વિસ્તારમાં ભાડાના મકાનમાં ડ્રગ્સની ફેક્ટરી ચાલતી હતી. NCBના નવા ઝોનલ ડાયરેક્ટરની નિમણૂક થતાં જ મોટી કાર્યવાહી કરાઈ છે. મધ્યપ્રદેશના મંદસૌરનુ નેટવર્ક સામે આવ્યું છે.
અમદાવાદ સરખેજ-જુહાપુરામાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે.મોહમ્મદી પાર્ક વિસ્તારમાં ભાડાના મકાનમાં ડ્રગ્સની ફેક્ટરી ચાલતી હતી. NCBના નવા ઝોનલ ડાયરેક્ટરની નિમણૂક થતાં જ મોટી કાર્યવાહી કરાઈ છે. મધ્યપ્રદેશના મંદસૌરનુ નેટવર્ક સામે આવ્યું છે.અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ થયો છે.મોહમ્મદી પાર્ક વિસ્તારમાં ભાડાના મકાનમાં ડ્રગ્સની ફેક્ટરી ચાલતી હતી.
મંદસૌરનુ નેટવર્ક સામે આવ્યું
લબ્બૈક પાર્ક -2 સોસાયટીમાં ધમધમતી ફેક્ટરી પર NCBની તવાઈ, NCBના નવા ઝોનલ ડાયરેક્ટર અને તેમની ટીમની મોટી કાર્યવાહી સામે આવી છે.આરોપી ઘરમાં એમ.ડી ડ્રગ્સ બનવાતો હોવાનો ખુલાસો થયો છે.મધ્યપ્રદેશના મંદસૌરનુ નેટવર્ક સામે આવ્યું છે.ઘર બહાર એમ.એમ. પઠાણ નામનું બોર્ડ મારેલું ઝડપાયું છે. મકાનમાંથી ડ્રગ્સનું મટિરીયલ સહિતની વસ્તુઓ મળી આવી હતી.આરોપીની કોફી શોપ પર પણ સઘન તપાસ કરાશે.
ઘરે જ ડ્રગ્સ ફેક્ટરી ઉભી કરી
મકાનમાં એમ.એમ.પઠાણ એ પોતાના ઘરે જ ડ્રગ્સ ફેક્ટરી ઉભી કરી હતી.ઘરના ભોંયરા માં ડ્રગ્સ ની ફેક્ટરી ઉભી કરી હતી.એમ.પી ના મનસોર થી એમ.ડી ડ્રગ્સ બનાવવા નું મટીરીયલ મંગાવ્યું હતું.આરોપી એમ.એમ.પઠાણનુ એક કોફી શોપ આવેલ છે.આરોપી એમ.એમ. પઠાણ તેની પત્ની સાથે રહેતો હતો.છેલ્લા એક મહિનાથી ડ્રગ્સ બનાવવા માટે ઘરમાં જ મીની ફેક્ટરી બનાવી હતી.NCB ની અલગ અલગ 3 ટીમ તપાસ કરી રહી છે.