અટકેલા પ્રોજેક્ટ્સને કારણે નવસારીના વિકાસ પર પ્રશ્નાર્થ, કરોડોના બજેટ છતાં શહેરીજનો મુશ્કેલીમાં, જુઓ Video
નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ અનેક વિકાસકાર્યો અધૂરા છે. 800 કરોડના દાવા અને 1200 કરોડના બજેટ છતાં રસ્તા, રિંગ રોડ, ગટર યોજના, અને તળાવોના બ્યુટીફિકેશનના કામો અટવાયા છે.
નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાને દોઢ વર્ષ વીતી ગયું હોવા છતાં, શહેરના વિકાસની ગતિ ધીમી પડી છે. 800 કરોડના વિકાસકાર્યોના દાવા અને 1200 કરોડના બજેટ વચ્ચે અનેક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અધૂરા પડ્યા છે, જેના કારણે શહેરીજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
શહેરના બે રિંગ રોડનું કામ અધૂરું હોવાથી ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. 15 કરોડનો STP પ્લાન્ટ, 40 કરોડની ભૂગર્ભ ગટર યોજના, 20 કરોડના રસ્તા અને 10 કરોડના TP રોડના કામો પણ અટવાયેલા છે. આ ઉપરાંત, પાંચ તળાવોના બ્યુટીફિકેશન પ્રોજેક્ટ્સ, સિન્થેટિક દોડ ટ્રેક અને ડ્રેનેજનું કામ પણ પૂર્ણ થયું નથી. ચોમાસામાં અધૂરા કામોનું ધોવાણ થતાં ફરીથી કામગીરી શરૂ કરવાની સ્થિતિ ઊભી થઈ છે.
નાગરિકો આ અધૂરા પ્રોજેક્ટ્સને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને સવાલ કરી રહ્યા છે કે આખરે વિકાસના આ કામો ક્યારે પૂરા થશે? બીજી તરફ, મેયરે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક કરીને બાકી કામો વહેલી તકે પૂર્ણ કરવાની ખાતરી આપી છે, પરંતુ શહેરીજનો આ ખાતરી પર કામગીરી થાય તેની રાહ જોઈ રહ્યા છે.
ગુજરાતમાં 2027 પહેલા OBC અનામત વર્ગીકરણ નહીં તો મોટું આંદોલન: ઠાકોર સમાજ

