ટીમ ઈન્ડિયા સામે ટેસ્ટની એક ઈનિંગમાં સસ્તામાં ઓલઆઉટ થનાર ટોપ-5 ટીમો, લિસ્ટમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન પણ સામેલ
દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને આફ્રિકન ટીમને માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી દીધી હતું. આ સાથે જ ભારત સામે સૌથી ઓછા સ્કોરને રેકોર્ડ નોંધાયો હતો. ભારત સામે ટેસ્ટમાં સૌથી સસ્તામાં આઉટ થનાર ટોપ 5 ટીમો નીચે મુજબ છે.

દક્ષિણ આફ્રિકા: 3 જાન્યુઆરીએ કેપટાઉનમાં ભારતે દક્ષિણ આફ્રિકાને માત્ર 55 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું. મોહમ્મદ સિરાજે સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે કોઈપણ ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે.

ન્યૂઝીલેન્ડ: વર્ષ 2021માં ટીમ ઈન્ડિયાએ મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડને 62 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારત સામે ટેસ્ટમાં આ બીજો સૌથી ઓછો સ્કોર છે.

દક્ષિણ આફ્રિકા: વર્ષ 2015માં નાગપુરમાં ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને માત્ર 79 રનમાં આઉટ કરી દીધું હતું.

ઈંગ્લેન્ડ: વર્ષ 2021માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 81 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ ઈનિંગમાં ભારતીય સ્પિનરોનું સંપૂર્ણ વર્ચસ્વ જોવા મળ્યું હતું.

શ્રીલંકા: વર્ષ 1990માં ભારતીય ક્રિકેટ ટીમે ચંદીગઢમાં શ્રીલંકાને 82 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું. ટેસ્ટમાં ભારત સામે કોઈપણ ટીમનો આ પાંચમો સૌથી ઓછો સ્કોર હતો.
