IND W vs AUS W: સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે 77 બોલમાં ફટકારી શાનદાર સદી, બનાવ્યો મોટો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં ભારતીય મહિલા ટીમની ઓપનર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ સદી ફટકારી હતી. સ્મૃતિ મંધાનાએ માત્ર 77 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. આ સદી સાથે જ સ્મૃતિએ એક મોટો રેકોર્ડ પોતાને નામ કર્યો હતો.

ભારતીય મહિલા ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ ફરી એકવાર શાનદાર ઈનિંગ રમી હતી. સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે માત્ર 77 બોલમાં શાનદાર સદી ફટકારી મોટો રેકોર્ડ પોતાને નામ કર્યો હતો.

સ્મૃતિ મંધાનાએ અગાઉ ભારત માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે માત્ર 77 બોલમાં શાનદાર સદી ફટકારી ભારત માટે બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી.

મંધાનાએ આ વર્ષની શરૂઆતમાં આયરલેન્ડ સામે 70 બોલમાં સદી ફટકારી હતી. હવે, તેણીએ ઓસ્ટ્રેલિયા સામે 77 બોલમાં સદી ફટકારી છે. આ યાદીમાં ત્રીજા ક્રમે હરમનપ્રીત કૌર છે, જેણે 2024માં ઈંગ્લેન્ડ સામે 82 બોલમાં સદી ફટકારી હતી. જેમિમાહ રોડ્રિગ્સે આફ્રિકા સામે 89 બોલમાં સદી ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયા સામે બીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી ભારતે મજબૂત શરૂઆત કરી. સ્મૃતિ મંધાના અને પ્રતિક્ષા રાવલ (25) એ પ્રથમ વિકેટ માટે 70 રન ઉમેર્યા. ત્યારબાદ સ્મૃતિએ હરલીન દેઓલ (10) સાથે બીજી વિકેટ માટે 49 અને હરમનપ્રીત કૌર સાથે ત્રીજી વિકેટ માટે 33 રન ઉમેર્યા.

મંધાનાએ 91 બોલમાં 117 રન બનાવ્યા, જેમાં 14 ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ હતા. આ સ્મૃતિની 12મી ODI સદી હતી. સ્મૃતિએ અત્યાર સુધી 107 ODI મેચોમાં 47.48ની સરેરાશથી 4748 રન બનાવ્યા છે, જેમાં 32 અડધી સદીનો સમાવેશ થાય છે. (All Photo Credit : PTI / GETTY)
વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવવાની જવાબદારી સ્મૃતિ મંધાના પર હશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
