આ છે ક્રિકેટ ઈતિહાસના 5 સૌથી વિવાદિત અને અનોખા બેટ, જાણો બેટ અંગે શું છે MCCના નિયમો
Cricket History 5 Controversial Bat : દરેક ક્રિકેટ મેચમાં તમે બેટ્સમેનોની બેટથી શાનદાર શોટ્સની સાથે રનનો વરસાદ થતો જોયો જ હશે. ક્રિકેટની રૂલ બુકમાં ક્રિકેટ બેટને લઈને ઘણા નિયમો છે, જેને કારણે ક્રિકેટ ઈતિહાસમાં કેટલાક બેટ્સમેનોના બેટ વિવાદિત રહ્યા છે.

17મી સદી પહેલા જ્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટ નહીં રમાતુ હતુ, ત્યારે પ્રતિસ્થિત લોકો ક્રિકેટ રમતા હતા. તે સમયગાળામાં ક્રેસ્ટી અને હેમ્બલટન ટીમ વચ્ચે રમાયેલી એક ફ્રેન્ડલી ક્રિકેટ મેચમાં થોમસ વ્હાઈટ નામના વ્યક્તિ મોન્સટર બેટ લઈને મેદાન પર ઉતર્યા હતા. આ બેટનો વિપક્ષી ટીમે વિરોધ કર્યો હતો. ત્યારથી ક્રિકેટ બેટના આકારને લઈને નિયમો બનાવવાની ચર્ચા શરુ થઈ.

વર્ષ 1979માં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ડેનિસ લિલી એલ્યૂમીનિયમ બેટ લઈને મેદાન પર ઉતર્યો હતો.વેસ્ટ ઈન્ડિઝ ટીમ સામે પણ તેણે આ બેટનો ઉપયોગ કર્યો હતો. ઈંગ્લેન્ડના તે સમયના કેપ્ટને લિલીના આ એલ્યૂમીનિયમ બેટનો વિરોધ કર્યો હતો. એલ્યૂમીનિયમ બેટથી બોલને નુકશાન થતા બેટ બદલવી પડી હતી.

વર્ષ 2004માં રિકી પોન્ટિંગે કોકોબુરા કંપનીના કાર્બન ગ્રેફાઈટ બેટનો ઉપયોગ કર્યો હતો. તેણે આ બેટની ડબલ સેન્ચુરી પણ ફટકારી હતી. વિવાદ બાદ MCCએ તપાસ કરીને જણાવ્યુ કે ગ્રેફાઈટ હોવાને કારણે બેટ્સમેનોને આ બેટની ફાયદો થાય છે તેથી આ બેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

વર્ષ 2010ની આઈપીએલમાં ચેન્નાઈ તરફથી રમતા ઓસ્ટ્રેલિયાના મૈથ્યૂ હેડને મોંગૂઝ બેટનો ઉપયોગ કર્યો બતો. આ બેટથી તેણે 93 રનની ઈનિંગ પણ રમી હતી. પણ આ બેટની બોલને ડિફેન્સ કરવામાં મુશ્કેલ પડે છે. તેથી જ આ બેટનો ઉપયોગ ઓછો થયો છે.

થોડા વર્ષ પહેલા બિગ બૈશ લીગમાં વેસ્ટ ઈન્ડિઝનો દમદાર ખેલાડી ક્રિસે ગેઈલ ગોલ્ડન રંગની બેટ લઈને મેદાન પર ઉતર્યો હતો. તેણે સિક્સર અને ચોગ્ગા ફટકારીને વિરોધી ટીમના હાલ બેહાલ કરી દીધા હતા. આ બેટમાં મેટલ હોવાની ચર્ચા થતા, વિવાદ પણ થયો હતો.

ક્રિકેટમાં મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)ની રુલ બુકના નિયમો અનુસરવામાં આવે છે. રુલ બુકમાં નિયમ 5માં બેટ અને તેના હેન્ડલને લઈને નિયમો દર્શાવવામાં આવ્યા છે. બેટની લંબાઈ 38 ઈંચ (965 મીમી) થી વધુ ન હોવી જોઈએ અને તેના બ્લેડની પહોળાઈ 4.25 ઈંચ (108 મીમી) થી વધુ ન હોવી જોઈએ.