AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લો બોલો પાકિસ્તાનએ પણ સ્વીકાર્યું ગુજરાતના ઠાકોર સમાજનું નવું બંઘારણ - જુઓ Video

લો બોલો પાકિસ્તાનએ પણ સ્વીકાર્યું ગુજરાતના ઠાકોર સમાજનું નવું બંઘારણ – જુઓ Video

| Updated on: Jan 28, 2026 | 9:10 PM
Share

બનાસકાંઠાના ઠાકોર સમાજે તાજેતરમાં અમલમાં મૂકેલા સામાજિક બંધારણની અસર હવે સીમા પાર પાકિસ્તાનમાં પણ જોવા મળી છે. વાવ અને ભાભર સાથે લોહીના સંબંધો ધરાવતા પાકિસ્તાની ઠાકોર સમાજે ખર્ચ ઘટાડવા અને કુરિવાજો નાબૂદ કરવા આ બંધારણ સ્વીકાર્યું છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક સામાજિક સુધારાના પડઘા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે, ખાસ કરીને પાકિસ્તાનમાં પણ સંભળાઈ રહ્યા છે. તાજેતરમાં જ બનાસકાંઠાના ઠાકોર સમાજે એકત્ર થઈને સામાજિક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ પર રોક લગાવવા માટે એક મજબૂત બંધારણ તૈયાર કરી અમલમાં મૂક્યું હતું. આ પહેલથી પ્રેરિત થઈને હવે પાકિસ્તાનમાં સ્થાયી થયેલા ઠાકોર સમાજે પણ આ જ બંધારણને અપનાવવાનો નિર્ણય કર્યો છે.

મહત્વનું છે કે, બનાસકાંઠાના સરહદી વિસ્તારો જેવા કે વાવ અને ભાભરના ઠાકોર સમાજ સાથે પાકિસ્તાનમાં રહેતા અનેક પરિવારો વર્ષો જૂના સામાજિક અને કૌટુંબિક સંબંધો ધરાવે છે. પાકિસ્તાનના ઠાકોર સમાજે એક વીડિયો વાયરલ કરીને જાહેરાત કરી છે કે તેઓ પણ હવેથી લગ્ન પ્રસંગો અને અન્ય સામાજિક કાર્યક્રમોમાં આર્થિક બોજ વધારતા બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકશે.

આ બાબતે સાંસદ ગેનીબેન ઠાકોરે ટેલિફોનિક પ્રતિક્રિયા આપતા આ પરિવર્તનને આવકાર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સામાજિક બંધારણનો અમલ સરહદ પાર રહેતા લોકો દ્વારા પણ કરવામાં આવે તે સમાજની એકતા અને જાગૃતિ દર્શાવે છે. આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત મળશે અને સમાજ પ્રગતિના પંથે આગળ વધશે.

Breaking News: Nipah virus: ચેતી જજો, નિપાહ વાયરસની એન્ટ્રિ- ભારતમાં નોંધાયા કેસ !, વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">