Breaking News : અજિત પવારના નિધનને લઈ શરદ પવારનું નિવેદન, રાજકારણ કરતાં લોકોને શું કહ્યું, જાણો
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે, જેનાથી રાજ્ય શોકગ્રસ્ત છે. શરદ પવારે આ ઘટનાને રાજ્ય માટે અપુરણીય ક્ષતિ ગણાવી અને રાજકારણ ન કરવાની અપીલ કરી.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર પક્ષના નેતા શરદ પવારે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે આ દુઃખદ ઘટના એક અકસ્માત ગણાવી અને રાજકારણથી દૂર રહેવાની અપીલ કરી. શરદ પવારે જણાવ્યું, “રાજ્યને એક મોટું નુકસાન થયું છે, જેની ભરપાઈ શક્ય નથી. આમાં કોઈ રાજકારણ ન કરો.”
અજિત પવારની વિમાન દુર્ઘટના
નાયબ મુખ્યમંત્રી અજિત પવાર આજે સવારે વિમાન દુર્ઘટનામાં અવસાન પામ્યા. તેઓ 66 વર્ષના હતા. મુંબઇથી બારામતી જતી વખતે તેમનું ખાનગી વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું અને તેમાં આગ લાગતા, તેમના સહીત પાંચ લોકોના મોત થયા. અજિત પવારના અવસાનથી સમગ્ર મહારાષ્ટ્ર શોકગ્રસ્ત છે.
અજિત પવાર સવારે એક કાર્યક્રમ માટે મુંબઇથી રવાના થયા હતા. જ્યારે તેમનું વિમાન બારામતી એરપોર્ટ પર ઉતરવાનું હતું, ત્યારે વિમાને ટેકનિકલ સમસ્યાનો સામનો કર્યો. રનવે પાસે જ વિમાનમાં આગ લાગી અને જમીન પર ક્રેશ થઇ ગયું. બચાવ ટીમ તાત્કાલિક પહોંચી હતી, પરંતુ આગ એટલી તીવ્ર હતી કે કોઈને બચાવી શકાયું નહીં.
અંતિમ સંસ્કારની વિગતો
અજિત પવારના પરિવારે તેમના મૃતદેહના દર્શન અને અગ્નિસંસ્કારની જાહેરાત કરી છે. અંતિમ દર્શન માટે બુધવારે સાંજે 4 વાગ્યાથી વિદ્યા નગરી ચોક સ્થિત વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે પાર્થિવ શરીર મૂકી દેવાશે. લોકો મોડી રાત સુધી શ્રદ્ધાંજલિ આપી શકશે.
ગુરુવારે સવારે 9 વાગ્યે ગદિમા હોલથી અંતિમ સંસ્કારની શ્રેણી શરૂ થશે. શોભાયાત્રા વિદ્યા પ્રતિષ્ઠાન ચોક અને ભીગવાન રોડ સર્વિસ રોડ મારફતે પસાર થશે. અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે સવારે 11 થી બપોરે 12 વાગ્યા સુધી વિદ્યા પ્રતિષ્ઠાન કેમ્પસમાં કરવામાં આવશે.
વિમાન ક્રેશ થયા પછી બ્લેક બોક્સ શા માટે શોધવામાં આવે છે? જાણો કારણ
