AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : T20 લીગની ટીમના માલિક મેચ ફિક્સિંગમાં દોષિત જાહેર, 4 વર્ષની જેલ, 5 વર્ષનો પ્રતિબંધ, જાણો ઘટના

લંકા પ્રીમિયર લીગમાં મેચ ફિક્સિંગના દોષિત તમિમ રહેમાનને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેના પર પાંચ વર્ષનો પ્રતિબંધ અને 25 મિલિયન શ્રીલંકન રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

Breaking News : T20 લીગની ટીમના માલિક મેચ ફિક્સિંગમાં દોષિત જાહેર, 4 વર્ષની જેલ, 5 વર્ષનો પ્રતિબંધ, જાણો ઘટના
| Updated on: Jan 28, 2026 | 9:41 PM
Share

લંકા પ્રીમિયર લીગ મેચ ફિક્સિંગ કેસમાં એક મોટો ચુકાદો આવ્યો છે. દામ્બુલા થંડર્સના માલિક તમિમ રહેમાનને કોર્ટે દોષી ઠેરવ્યા છે. તેને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે, જોકે આ સજા સસ્પેન્ડ રહેશે. તેના પર પાંચ વર્ષનો પ્રતિબંધ અને 24 મિલિયન શ્રીલંકન રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

બાંગ્લાદેશી મૂળના તમિમ રહેમાને પોતાની સામેના આરોપો સ્વીકારી લીધા છે. તેણે ટુર્નામેન્ટ દરમિયાન સટ્ટાબાજી ગોઠવવાની અને એક ખેલાડી સાથે ફિક્સિંગની ચર્ચા કરવાની કબૂલાત કરી હતી.

રહેમાન દુબઈ ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો.

તમિમ રહેમાનને શ્રીલંકાના ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ સજા ફટકારવામાં આવી છે, જે 2019 માં રજૂ કરવામાં આવ્યો હતો. રહેમાનની 2024 માં ધરપકડ કરવામાં આવી હતી. એક ખેલાડીએ આ ઘટનાની જાણ કરી હતી, જેના કારણે આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.

રહેમાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો ત્યારે દુબઈ ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે કોલંબો એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. તેને ઘણા અઠવાડિયા સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો અને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં મુજીબ ઉર રહેમાન નામના પાકિસ્તાની નાગરિક સામે ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે, જે દામ્બુલા ટીમના મેનેજર હતા.

લંકા પ્રીમિયર લીગનો ઇતિહાસ

લંકા પ્રીમિયર લીગ 2020 માં શરૂ કરવામાં આવી હતી. આ લીગમાં પાંચ ટીમો રમે છે, જેનું નામ શ્રીલંકાના પાંચ શહેરોના નામ પરથી રાખવામાં આવ્યું છે. 2024 સુધીમાં, આ ટુર્નામેન્ટમાં પાંચ સીઝન થઈ છે. વર્તમાન ચેમ્પિયન જાફના કિંગ્સ છે, જે ચાર વખત જીતી ચૂકી છે.

ICC T20I માં કેપ્ટન સુર્યકુમાર યાદવનું મોટું કારનામું, પાંચ ખેલાડીઓને પાછળ છોડી હાંસલ કર્યો આ મુકામ

પાકિસ્તાને પણ સ્વીકાર્યુ ઠાકોર સમાજનું નવું બંધારણ
પાકિસ્તાને પણ સ્વીકાર્યુ ઠાકોર સમાજનું નવું બંધારણ
મનસુખ વસાવા VS ચૈતર વસાવા-તાલુકાનો લુખ્ખો કહ્યો - જુઓ વીડિયો
મનસુખ વસાવા VS ચૈતર વસાવા-તાલુકાનો લુખ્ખો કહ્યો - જુઓ વીડિયો
બારામતીમાં પ્લેન ક્રેશનું કારણ 'ગાઢ ધુમ્મસ'! જુઓ Video
બારામતીમાં પ્લેન ક્રેશનું કારણ 'ગાઢ ધુમ્મસ'! જુઓ Video
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન વધઘટ રહેવાની કરાઈ આગાહી
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન વધઘટ રહેવાની કરાઈ આગાહી
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સકારાત્મક વલણ જાળવી રાખો
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સકારાત્મક વલણ જાળવી રાખો
ગણતંત્ર દિવસે સોનુ નિગમનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !
ગણતંત્ર દિવસે સોનુ નિગમનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !
સનાતન ધર્મના લોકો નિરાશ થાય તેવી સરકાર આ દેશમાં હવે ક્યારેય નહીં આવે
સનાતન ધર્મના લોકો નિરાશ થાય તેવી સરકાર આ દેશમાં હવે ક્યારેય નહીં આવે
હવે પદ્મ શ્રી હાજી કાસમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો આરોપ
હવે પદ્મ શ્રી હાજી કાસમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો આરોપ
g clip-path="url(#clip0_868_265)">