AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIVE મેચમાં ઉગ્ર બોલાચાલી! મિશેલ માર્શ અને જેમી ઓવરટન સામસામે – જુઓ Video

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલા ચોથા T20 મેચમાં ઈંગ્લેન્ડની બેટિંગ દરમિયાન અંતિમ ઓવરમાં જેમી ઓવરટન અને મિશેલ માર્શ સામસામે આવી ગયા હતા. ઓવરટને પહેલા ઓસ્ટ્રેલિયાન બોલર સાથે અને ત્યારબાદ કેપ્ટન સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.

LIVE મેચમાં ઉગ્ર બોલાચાલી! મિશેલ માર્શ અને જેમી ઓવરટન સામસામે - જુઓ Video
Image Credit source: Cricinfo
| Updated on: Nov 29, 2026 | 6:49 PM
Share

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલા રોમાંચક મુકાબલામાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 7 રનથી હરાવીને સિરીઝમાં અજેય લીડ મેળવી લીધી છે. 29 નવેમ્બરના રોજ રમાયેલા આ ચોથા T20માં ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતાં 181 રન બનાવ્યા, જ્યારે એક સમયે ટીમનો સ્કોર 32/4 હતો.

અમ્પાયરના એક નિર્ણયથી નારાજ

સેમ કરને શાનદાર અડધી સદી ફટકારી, તો અંતમાં જેમી ઓવરટને 9 બોલમાં 3 છગ્ગાની મદદથી 20 રન બનાવ્યા. જો કે, બેટિંગ દરમિયાન તે અમ્પાયરના એક નિર્ણયથી નારાજ જોવા મળ્યો હતો. ત્યારબાદ તે મિશેલ માર્શ સાથે ઉગ્ર બોલાચાલી કરતો જોવા મળ્યો હતો.

જેમી ઓવરટન ઈંગ્લેન્ડની ઇનિંગના અંતિમ ઓવરના ત્રીજા બોલ બાદ અમ્પાયરના નિર્ણયથી નારાજ હતો. વાસ્તવમાં તેને લાગ્યું કે, આ બોલ Wide હોવો જોઈતો હતો. જો કે, તે Wide હતો નહીં.

ત્યારબાદ ઓવરટન ગુસ્સે થઈ ગયો, તે બોલરને રોકીને તેની સાથે બોલાચાલી કરતા જોવા મળ્યો. આ પછી ઓસ્ટ્રેલિયન કેપ્ટન પાસે ગયો અને તેની સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી હતી.

119 રનની યાદગાર ઇનિંગ રમી

જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલા રોમાંચક મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને 7 રનથી હરાવીને સિરીઝ પોતાના નામે કરી લીધી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન મિશેલ માર્શે સદી ફટકારી હતી અને 57 બોલમાં 9 ચોગ્ગા-9 છગ્ગાની મદદથી 119 રનની યાદગાર ઇનિંગ રમી હતી.

જો કે, તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીત માટે 12 રનની જરૂર હતી પરંતુ બે વિકેટ ગુમાવીને ટીમ 4 રન જ બનાવી શકી. અંતે ઈંગ્લેન્ડે મુકાબલો 7 રનથી જીતી લીધો.

કરો યા મરો મુકાબલામાં ઓસ્ટ્રેલિયા હાર્યું, ઈંગ્લેન્ડે T20 સિરીઝ પોતાના નામે કરી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">