પીળા દાંત કેવી રીતે સાફ કરવા? આયુર્વેદિક ડૉક્ટરે જણાવ્યો દાંતની પીળાશ સાફ કરવાનો નુસખો
આયુર્વેદિક ડૉક્ટરે એક ખાસ હર્બલ દંત મંજન બનાવવાની રીત જણાવી છે. ડૉક્ટર કહે છે કે આ મંજન ઘણી હદ સુધી પીળા દાંતને સાફ કરવામાં મદદ કરી શકે છે. આવો જાણીએ આ દંત મંજન બનાવવાની રીત...

ચહેરા પરનું સ્મિત દરેકની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. પરંતુ જો હસતી વખતે પીળા દાંત નજરે પડવા લાગે, તો આ જ સ્મિત શરમનું કારણ પણ બની જાય છે. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે રોજ બ્રશ કરવા છતાં પણ તેમના દાંત પીળા દેખાય છે. તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. જેમ કે- ચા-કોફી વધુ પીવી, દાંતની યોગ્ય રીતે સફાઈ ન કરી શકવી અથવા તમાકુ વગેરેનું સેવન કરવાથી પણ દાંત પીળા પડી જાય છે. હવે, આ પીળાશને સાફ કરવા માટે લોકો ઘણી મોંઘી-મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ તમે ઈચ્છો તો કેટલીક કુદરતી વસ્તુઓની મદદથી પણ પીળા દાંતને સાફ કરી શકો છો. ડૉક્ટર કહે છે કે આ મંજન ઘણી હદ સુધી દાંતને સાફ કરી શકે છે. આવો જાણીએ આ દંત મંજન બનાવવાની રીત-

જોઈશે આ વસ્તુઓ: આ મંજન બનાવવા માટે તમારે માત્ર 3 વસ્તુઓની જરૂર પડશે- ફટકડી, સિંધવ મીઠું અને બેકિંગ સોડા.

કેવી રીતે બનાવવું મંજન? : દંત મંજન બનાવવા માટે સૌપ્રથમ ફટકડીને ઝીણી પીસીને કપડાથી ચાળી લો. ત્યારબાદ તેમાં સમાન માત્રામાં ઝીણું પીસેલું સિંધવ મીઠું અને બેકિંગ સોડા ઉમેરો. ત્રણેય વસ્તુઓને સારી રીતે ભેળવવાથી તમારું દંત મંજન બનીને તૈયાર થઈ જશે, તેને કોઈ એરટાઇટ ડબ્બામાં ભરી લો.

કેવી રીતે કરવા આનાથી દાંત સાફ? બ્રશ કર્યા બાદ અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ મંજનને બ્રશ પર લઈને દાંતની સફાઈ કરવાની સલાહ આપવામાં આવે છે. પહેલા નોર્મલ ટૂથપેસ્ટથી બ્રશ કરો, ત્યારબાદ આ પાવડરને બ્રશ કે આંગળીની મદદથી દાંત પર લગાવીને બ્રશ કરો. આશરે 2 મિનિટ સુધી બ્રશ કર્યા બાદ ચોખ્ખા પાણીથી કોગળા કરી લો.

કેવી રીતે ફાયદો પહોંચાડે છે આ મંજન? આયુર્વેદિક ડૉક્ટર જણાવે છે કે ફટકડીને તેના કુદરતી એન્ટીસેપ્ટિક ગુણો માટે ઓળખવામાં આવે છે. તે મોઢામાં બેક્ટેરિયાની સમસ્યા અને દુર્ગંધને ઓછી કરવામાં મદદ કરી શકે છે, સાથે જ ફટકડીમાં હળવા અપઘર્ષક (ઘસવાના) ગુણો હાજર હોય છે, જે દાંત પર જામેલા પીળા પ્લાકને સાફ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

સિંધવ મીઠાના ઝીણા કણો દાંતની ઉપરની સપાટીની હળવી ગંદકી હટાવવામાં મદદ કરે છે. આ બધાથી અલગ બેકિંગ સોડા પણ એક નેચરલ ક્લીનરની જેમ કામ કરે છે. તેમાં રહેલા આલ્કલાઇન ગુણો દાંત પર જામેલા એસિડને ન્યૂટ્રલાઇઝ કરી દે છે. આનાથી દાંત પર જમા થયેલો પીળો પ્લાક ધીમે-ધીમે હટવા લાગે છે.

આ બાબતોનું રાખો ધ્યાન: આ નુસખો દાંતની પીળાશને સાફ કરવામાં ઘણો અસરકારક થઈ શકે છે. પરંતુ તેનો રોજ ઉપયોગ કરવાનું ટાળો. સાથે જ તૈયાર મંજનને દાંત પર બહુ જોરથી ન ઘસો. તમારે માત્ર તેને લગાવીને ધીમે-ધીમે દાંતની સફાઈ કરવાની છે. જો પીળાશની સાથે દાંતમાં સડો કે દુખાવો પણ હોય, તો એકવાર ડેન્ટલ એક્સપર્ટની સલાહ જરૂર લો.
નોંધ:
આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો આધારે તૈયાર કરવામાં આવ્યા છે. સમાચારમાં કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર રીતે TV9 ગુજરાતી દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.
શુગર સ્પાઇક રોકવા માટે ઓલિવ ઓઇલનો શોટ? સોશિયલ મીડિયાના વાયરલ ટ્રેન્ડનું સત્ય જાણી લો
