Bigg Boss Ott Photos: ફેશન અને સ્ટાઈલમાં શમિતા શેટ્ટીને પણ પાછળ છોડી રહી છે આ ભોજપુરી અભિનેત્રી
બિગ બોસ ઓટીટી રજૂ થયું ત્યારથી જ સમાચારોમાં છે. આ વખતે ભોજપુરી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી અક્ષરા સિંહે શોમાં પ્રવેશ કર્યો છે. અક્ષરાએ દરેકને પોતાના માટે પાગલ બનાવી દીધા છે.

બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) આ દિવસોમાં ચાહકોમાં ધૂમ મચાવી રહ્યું છે. આ વખતે ઘણા મોટા સેલેબ્સે શોમાં પ્રવેશ કર્યો છે. ભોજપુરી ક્વીન અક્ષરા સિંહ પણ આ યાદીમાં સામેલ છે.

અક્ષરા ઘરમાં પોતાની છટાદાર શૈલી રજૂ કરી રહી છે. અભિનેત્રી કોઈ પણ મુદ્દે પોતાના મનની વાત કહેવામાં સંકોચ રાખી નથી રહી. અને આ અદા તેના ચાહકોને પણ પસંદ આવી રહી છે.

એટલું જ નહીં, અક્ષરાની સ્ટાઇલ અને ઘરની અંદર ફેશન સેન્સ પણ ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. અક્ષરા સુંદર ડ્રેસિંગ સાથે જ જોવા મળે છે.

બિગ બોસ ઓટીટીના ઘરમાં અક્ષરા રોજ અલગ અલગ સ્ટાઇલમાં જોવા મળે છે. અક્ષરા ઘરના બાકીના સ્પર્ધકોને ફેશનમાં પાછળ મૂકી રહી છે.

અક્ષરાની સુંદરતાની ચર્ચા આ દિવસોમાં દરેક જગ્યાએ થઈ રહી છે. ફેન્સ તેની ઘરની અંદરની શૈલીની પ્રશંસા કરી રહ્યા છે.

અક્ષરા સિંહે હોસ્ટ કરણ જોહરની સામે પણ પોતાની વાત મુકવાથી ખચકાતી નથી.