રાજ્યના 8 મહાનગરમાં તંત્ર દ્વારા તૈયાર કરેલા પ્રિ-મોન્સુન એક્શન પ્લાનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા

ચોમાસા પહેલા સમગ્ર રાજયમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે આ કામગીરીને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સ યોજી ચોમાસા પૂર્વેના આગોતરા આયોજનનો તાત મેળવ્યો છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 07, 2023 | 5:44 PM
 મહાનગરોમાં પ્રિ-મોન્સુન એક્શન પ્લાનની સજ્જતા અંગે મોકડ્રીલ યોજવામાં આવી છે. જેમાં મેન હોલ તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલ વ્યવસ્થા અને 24x7 સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. બદલાતી વરસાદી પેટર્ન ધ્યાને રાખીને એક્શન પ્લાનમાં અંગે જરૂરી વ્યવસ્થા ઊભી કરાઇ છે.

1 / 5
આ વર્ષે બનેલા રસ્તાઓમાં ચોમાસામાં ક્ષતિ થશે તો સંબંધિતો સામે પગલાં લેવામાં ખચકાટ નહિં રખાય તેવું સૂચન તમામ પાલિકાઓને કરવામાં આવ્યું છે. નાગરિકો-લોકોની નાની-નાની રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ મળે-અધિકારીઓ ફોન પર ઉપલબ્ધ રહે તે અંગે ભુપેન્દ્ર પટેલે સૂચના આપી છે.

2 / 5
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 8 મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આગામી ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-2023 અન્વયે જે પ્રિ-મોન્સુન એક્શન પ્લાન તૈયાર કર્યા છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા પરામર્શ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

3 / 5
મુખ્યમંત્રીએ સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા કે બદલાયેલી વરસાદી પેટર્નને ધ્યાને રાખીને આ એક્શન પ્લાનમાં જરૂરી વ્યવસ્થાઓ મહાનગરોમાં ઊભી થવી જરૂરી છે. તેમણે માર્ગોની જાળવણી, પાણીની અને ડ્રેનેજ લાઇન્સમાં કોઇ વિક્ષેપ ન આવે તેની કામગીરી પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રીત કરવા સૂચનાઓ આપી હતી.

4 / 5
ભારે વરસાદને કારણે નાગરિકો, પશુઓનું સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થાય તો રિહેબીલીટેશન ટીમ, સલામત સ્થળો નિર્દિષ્ટ કરવાની કામગીરી અંગે પણ બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">