ચૂંટણી હાર્યા બાદ અરવિંદ કેજરીવાલને કરવો પડશે આ 4 મોટી સમસ્યાનો સામનો
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે અને આમ આદમીના એક પછી એક મોટા નેતાઓની હાર થઈ રહી છે. તો નવી દિલ્હી બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાર થઈ છે, ત્યારે હારની સાથે કેજરીવાલને આ 4 મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોના શરૂઆતના ચિત્ર પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીને આ વખતે કારમી હારનો સામનો કરવો પડી શકે છે. તો નવી દિલ્હી બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાર થઈ છે, ત્યારે હારની સાથે કેજરીવાલને આ 4 મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે.

સવાલ - દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની હાર બાદ હવે પેન્ડિંગ કોર્ટ કેસોની ચૂંટણી કોણ લડશે - સરકારી વકીલ કે તેમના વકીલ ? સવાલનું બેકગ્રાઉન્ડ - અરવિંદ કેજરીવાલ સામે અનેક કોર્ટ કેસ પેન્ડિંગ છે અને અત્યાર સુધી આ કેસો સરકારી વકીલ લડતા હતા, પરંતુ હવે દિલ્હીમાં આપની હાર થતાં આ કેસ હવે કોણ લડશે.

સવાલ - કાયદેસર રીતે હવે તે સરકારી વકીલ રાખી શકશે નહીં, તેથી આવી સ્થિતિમાં તેમણે પોતાનો વકીલ રાખવો પડશે. તો શું હવે તે કરોડો રૂપિયા ફી લેનારા વકીલ પાસેથી પોતાનો કેસ લડાવશે ? સવાલનું બેકગ્રાઉન્ડ - અત્યાર સુધી કેજરીવાલના કેસ લડી રહેલા અભિષેક મનુ સિંઘવીને દિલ્હી સરકાર દ્વારા ફી ચૂકવવામાં આવતી હતી, પરંતુ હવે દિલ્હીમાં તેમની સરકાર રહેશે નહીં, તો તેઓ હવે આ કેસ કોની પાસે લડાવશે.

સવાલ - આપ સરકાર દરમિયાન દિલ્હી સરકારે કેજરીવાલ, સિસોદિયા અને સંજય સિંહના બચાવમાં કોર્ટમાં જે કંઈ કહ્યું હતું, શું દિલ્હી સરકાર હવે તે નિવેદનો પાછા લેશે ? સવાલનું બેકગ્રાઉન્ડ - દિલ્હીમાં આપની સરકાર દરમિયાન આપના નેતાઓના બચાવમાં જે નિવેદનો આપ્યા હતા, એ પાછા લેશે કે કેમ ? કારણ કે દિલ્હીમાં હવે સરકાર બદલાઈ જશે, જેથી આ લોકોને બચાવવા હવે મુશ્કેલ છે.

સવાલ - શું દિલ્હી સરકાર હવે કેજરીવાલ, સિસોદિયા, સંજય સિંહ વગેરે પર ભ્રષ્ટાચારના કેસ દાખલ કરશે ? સવાલનું બેકગ્રાઉન્ડ - દિલ્હીમાં હવે સરકાર બદલવા જઈ રહી છે, ત્યારે દિલ્હી સરકારના પૂર્વ મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના કેસ દાખલ થઈ શકે છે.
