ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર! આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહીવત, વધશે અસહ્ય ઉકળાટ – જુઓ Video
ગુજરાતમાં ચોમાસાની સીઝન વચ્ચે હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે. આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહીવત હોવાથી અસહ્ય ઉકળાટ વધશે, કારણ કે રાજ્યમાં અત્યાર સુધી 20 ટકા વરસાદની ઘટ છે. આ સિવાય, ખરાબ હવામાન અને તેજ પવનને કારણે 14 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
ગુજરાતમાં ચોમાસાની સીઝન વચ્ચે હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે અને માત્ર સામાન્ય વરસાદ જ રહેશે.
આગામી દિવસોમાં લોકોને ચોમાસામાં પણ અસહ્ય ઉકળાટનો અહેસાસ થશે. ઉલ્લેખનીય છે કે, ચાલુ સીઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 20 ટકા વરસાદની ઘટ નોંધાઈ ચૂકી છે. બીજી તરફ, 12 થી 14 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. આની પાછળનું મુખ્ય કારણ દરિયાકાંઠે 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાવાની સંભાવના છે.
બીજીબાજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદી ધબધબાટી બાદ પણ રાજ્યમાં હાલ જરૂરિયાત કરતાં 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સિઝનમાં અત્યાર સુધીમાં 178.7 મીમી વરસાદ હોવો જોઈએ. જો કે, આની સામે હજુ 162.5 મીમી વરસાદ નોંધાયો છે, જે સિઝનમાં 9 ટકા ઓછો છે.
રાજકોટ મનપાના નર્યા ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો… એક તરફ 4 કરોડનો અંડરપાસ બેસી ગયો, બીજી તરફ 35 ફૂટ ઊંડો કાળમુખો ભૂવો
બાઈક સ્ટંટ કરતા યુવકની થઈ 'ભારે ફજેતી', વિડીયો જોઈને હસી પડાશે
જામનગરમાં વાવડી ગામના સરપંચ સહિત ખેડૂતો ધરણાં પર - જુઓ Video
દેશી સ્પાઈડર-મેનની રમુજી હરકતોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ
TV9ના અહેવાલની અસર, ભાજપની રેલીમાં નંબર પ્લેટ વગરની બાઈકને દંડ
