Breaking News: બુલેટ ટ્રેન પ્રોજેક્ટને હાઈકોર્ટમાં પડકાર, જમીન વળતરના વિવાદથી ₹40 હજાર કરોડના વધારાના બોજનો દાવો
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને જમીન વળતરનો મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. દેશના મહત્વાકાંક્ષી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા આ પ્રોજેક્ટમાં ખેડૂતોને આપવામાં આવેલા વધારાના વળતરના નિર્ણયને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

યોગ્ય માપદંડો અપનાવવામાં આવ્યા નથી
અરજીમાં જણાવાયું છે કે LARR (Land Acquisition Rehabilitation and Resettlement) ઓથોરિટી દ્વારા જમીન વળતર નક્કી કરતી વખતે યોગ્ય માપદંડો અપનાવવામાં આવ્યા નથી. NHSRCLનો દાવો છે કે જો ઓથોરિટીનો આ નિર્ણય યથાવત્ રહેશે તો સમગ્ર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર અંદાજે ₹40 હજાર કરોડનો વધારાનો આર્થિક બોજ પડશે.
કાનૂની સમીક્ષા જરૂરી
અરજદાર પક્ષનું કહેવું છે કે જમીનના વળતર માટે જે પદ્ધતિ અપનાવવામાં આવી છે તે નિયમો અને કાયદાની જોગવાઈઓને અનુરૂપ નથી. તેથી આ નિર્ણયની કાનૂની સમીક્ષા જરૂરી છે. બીજી તરફ, ખેડૂતો માટે આ વળતરનો મુદ્દો અત્યંત મહત્વનો માનવામાં આવે છે. કારણ કે તેમની જમીન પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવી છે.
વિવાદ પ્રોજેક્ટની આગળની પ્રક્રિયા માટે મહત્વપૂર્ણ બની શકે
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દેશના સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંનો એક છે. આવા સમયે વળતર સંબંધિત આ વિવાદ પ્રોજેક્ટની આગળની પ્રક્રિયા માટે મહત્વપૂર્ણ બની શકે છે.
હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટ આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરશે. કોર્ટના નિર્ણય પર ખેડૂતોને મળનારા વળતર તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આગળની કામગીરીનો આધાર રહેશે.
Breaking News : ગિરનારની યાત્રા ફરી શરુ કરાઈ, બાળક પર સિંહના હુમલા બાદ લેવાયો હતો બંધ કરવાનો નિર્ણય
Breaking News: બુલેટ ટ્રેન પ્રોજેક્ટને હાઈકોર્ટમાં પડકાર
ગિરનારની યાત્રા ફરી શરુ કરાઈ, સુરક્ષા વધાર્યા બાદ મળી મંજૂરી
સિંહની પજવણી કરનારા 8 ને પાંજરે પુરતુ વન વિભાગ
રોકાણ માટે સમય ઘણો સાનુકૂળ રહેશે, નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે