AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારી ગણેશ સંગઠનમાં વિવાદ, હોદ્દેદારો પર બંધારણ વિરુદ્ધ કામગીરી અને સરમુખત્યારશાહીના આક્ષેપો, જુઓ Video

નવસારી ગણેશ સંગઠનમાં વિવાદ, હોદ્દેદારો પર બંધારણ વિરુદ્ધ કામગીરી અને સરમુખત્યારશાહીના આક્ષેપો, જુઓ Video

| Updated on: Jul 12, 2026 | 4:47 PM
Share

નવસારી ગણેશ સંગઠનની સામાન્ય સભામાં સભ્યો અને હોદ્દેદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. સભ્યોએ પ્રમુખ અને અન્ય નેતાઓ પર બંધારણ મુજબ કામ ન કરવા અને 2023 પછી સરમુખત્યારશાહી લાદવાનો આરોપ લગાવ્યો.

નવસારીમાં ગણેશ સંગઠનની સામાન્ય સભા દરમિયાન ભારે ઉગ્રતા જોવા મળી હતી. સભ્યો દ્વારા પ્રમુખ અને અન્ય હોદ્દેદારો પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે સભામાં બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. સભ્યોનો મુખ્ય આરોપ હતો કે સંગઠનમાં બંધારણ મુજબ કામગીરી થતી નથી.

ઉપસ્થિત સભ્યોએ જણાવ્યું હતું કે, 2023 પછી સંગઠનમાં અમુક એવા તત્વો ઘૂસ્યા છે જેમણે ખોટા નિયમો અને નિર્ણયો દ્વારા પોતાનું શાસન લાદવાનો પ્રયાસ કર્યો છે. તેમણે વર્તમાન નેતૃત્વ પર સરમુખત્યારશાહી લાદવાનો અને બંધબારણે નિર્ણયો લેવાનો આક્ષેપ કર્યો હતો. ગણેશ સ્થાપકો, જેમના કારણે આ મંડળનું અસ્તિત્વ છે, તેમણે પણ સભામાં સ્પષ્ટપણે વિરોધ નોંધાવ્યો હતો કે આ રીતે સંસ્થા ચાલી શકે નહીં અને તેમને આવા પ્રમુખ મંજૂર નથી.

સભ્યોની ઉગ્ર રજૂઆત અને વિરોધ બાદ સભાને બરખાસ્ત કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ જો જરૂર પડશે તો નવું સંગઠન બનાવવાની પણ તૈયારી દર્શાવી છે. સંગઠનની આગામી નવી તારીખ આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે. આ ઘટનાએ નવસારીના ગણેશ સંગઠનમાં ચાલી રહેલા આંતરિક વિવાદને સપાટી પર લાવી દીધો છે.

હવે મરચું-હળદર ખાવાનું પણ બંધ! રાજકોટમાં બ્રાન્ડેડ મસાલાના નામે ભેળસેળનું કૌભાંડ ઝડપાયું

Follow Us
g clip-path="url(#clip0_868_265)">