ગીર સોમનાથના ગીરગઢડા ખાતે 74મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરાયેલા વનમહોત્સવના આયોજન અનુસંધાને ગીર સોમનાથ ખાતે પણ 74મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ ઉજવાયો હતો. મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું. વૃક્ષારોપણ, ઓક્સીજનરથનું પણ પ્રસ્થાન કરાવાયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 4:01 PM
સામાજીક વનીકરણ ક્ષેત્રે સક્રિય લોકભાગીદારી વધારવા રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે. ગીર ગઢડા ખાતે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક  કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને 74મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.

1 / 5
'ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત' અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ઓક્સીજનરથનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

2 / 5
કાર્યક્રમમાં તમામ મહાનુભાવોનું તુલસીના રોપાથી ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. જ્યારે પોતાના ઉદ્બોધનમાં દંડક એ જણાવ્યું હતું કે, મનુષ્યને જન્મથી લઈ મૃત્યુ સુધી વૃક્ષની જરૂર પડતી હોય છે. કોરોનાકાળમાં વૃક્ષ દ્વારા તમામને ઓક્સિજનની મહત્તા સમજાઈ છે. વન મહોત્સવ દ્વારા વૃક્ષ વાવેતર તેમજ વૃક્ષનું જતન સમજવું ખૂબ જરૂરી છે.

3 / 5
જ્યારે મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુએ જણાવ્યુ કે, સામાજીક વનીકરણ ક્ષેત્રે ગુજરાત અગ્રણી બન્યું છે. ગુજરાત સરકાર દ્વારા પણ 'આરોગ્ય વન', 'કવચ વન', 'સાંસ્કૃતિક વન' જેવા વિવિધ વન દ્વારા હરિયાળી ક્રાંતિ લાવવામાં આવી રહી છે. આ તમામનો હેતુ હરિયાળી લાવવામાં લોકભાગીદારી વધારવાનો છે.

4 / 5
મહાનુભાવોના હસ્તે વનવિભાગમાં કર્મચારીઓની સારી કામગીરી સબબ પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતાં તેમજ કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ ઓક્સીજનરથનું પ્રસ્થાન પણ કરાવવામાં આવ્યું હતું.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">