AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેડિકલ ઇમરજન્સીમાં તાત્કાલિક જોઈએ છે બ્લડ, પ્લાઝમા કે પ્લેટલેટ્સ? ફોન પર ઓનલાઇન જાણો ઉપલબ્ધતા, આ રહી સંપૂર્ણ રીત

મેડિકલ ઇમરજન્સીમાં દર્દી માટે બ્લડ, પ્લાઝમા કે પ્લેટલેટ્સ શોધવા માટે આમ-તેમ દોડાદોડ કરવાને બદલે તમે સરકારના 'ઈ-રક્તકોશ' (e-RaktKosh) પોર્ટલ પરથી નજીકના બ્લડ બેંકમાં ઉપલબ્ધ સ્ટોકનું રિયલ-ટાઇમ સ્ટેટસ સરળતાથી ચેક કરી શકો છો.

મેડિકલ ઇમરજન્સીમાં તાત્કાલિક જોઈએ છે બ્લડ, પ્લાઝમા કે પ્લેટલેટ્સ? ફોન પર ઓનલાઇન જાણો ઉપલબ્ધતા, આ રહી સંપૂર્ણ રીત
| Updated on: Aug 29, 2026 | 3:27 PM
Share

મેડિકલ ઇમરજન્સીમાં દરેક મિનિટ કિંમતી હોય છે. આવા સંજોગોમાં જો દર્દીને બ્લડની જરૂર પડે, તો સમયસર સાચું બ્લડ ગ્રૂપ મેળવવું ખૂબ મુશ્કેલ કામ બની જાય છે. જો તમને ક્યારેય આવી જરૂરિયાત ઊભી થાય, તો તમે તમારી આસપાસ બ્લડ મેળવવા માટે સરકારના ‘e-RaktKosh’ નામના ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ પર જાણી શકો છો કે નજીકના બ્લડ બેંકમાં બ્લડ ઉપલબ્ધ છે કે નહીં. આ પદ્ધતિ વિશે દરેક વ્યક્તિને જાણ હોવી જોઈએ જેથી જરૂર પડ્યે સમય બગાડ્યા વિના બ્લડ મેળવી શકાય.

શું છે e-RaktKosh પોર્ટલ?

  • આ એક કેન્દ્રીય ઓનલાઇન પોર્ટલ છે, જે દેશભરના તમામ બ્લડ બેંકોને એક નેટવર્કથી જોડે છે.
  • આ પોર્ટલ પર તમે રિયલ ટાઇમમાં ચેક કરી શકો છો કે કયા બ્લડ બેંકમાં બ્લડ, પ્લાઝમા કે પ્લેટલેટ્સ ઉપલબ્ધ છે.
  • આની મદદથી તમારે અલગ-અલગ બ્લડ બેંકમાં દોડાદોડ કરવાની કે બ્લડની ઉપલબ્ધતા જાણવા માટે અલગ-અલગ ડોક્ટરોને ફોન કરવાની જરૂર રહેતી નથી.

ઓનલાઇન બ્લડ સ્ટોક કેવી રીતે ચેક કરવો?

e-RaktKosh પોર્ટલ પર બ્લડ, પ્લાઝમા કે પ્લેટલેટ્સની ઉપલબ્ધતા વિશે જાણવું ખૂબ જ સરળ છે. આ માટે તમારે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવા પડશે:

  • e-RaktKosh ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • હોમપેજ પર ‘Blood Availability Search‘ ના વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તમારું રાજ્ય, જિલ્લો અને જે બ્લડ ગ્રૂપ કે બ્લડ કમ્પોનન્ટ (પ્લાઝમા/પ્લેટલેટ્સ) ની જરૂર હોય તેની વિગતો પસંદ કરો.
  • ‘Search’ બટન દબાવતાં જ તમારી સામે નજીકના બ્લડ બેંકોની યાદી અને તેમની પાસે ઉપલબ્ધ સ્ટોકની લાઈવ માહિતી આવી જશે.

ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો:

જો તમે e-RaktKosh પોર્ટલ પર બ્લડ સ્ટોકની રિયલ ટાઇમ વિગતો ચેક કરો છો, તો ધ્યાનમાં રાખો કે હોસ્પિટલોમાં બ્લડની માંગ સતત ચાલુ રહેતી હોય છે. તેથી જે પણ હોસ્પિટલ કે બ્લડ બેંકમાં સ્ટોક ઉપલબ્ધ દેખાય, ત્યાં પહોંચતા પહેલાં એકવાર ફોન કરીને ઉપલબ્ધતા કન્ફર્મ કરી લેવી હિતાવહ છે.

સ્ટોક ઉપલબ્ધ હોવાની પુષ્ટિ થતાં જ સમય બગાડ્યા વગર તાત્કાલિક બ્લડ મેળવી લેવું.

વરસાદ પછી બાઈક માટે નવું ટાયર ખરીદવું છે? સારા પર્ફોર્મન્સ અને સેફ્ટી માટે આ બાબતોનું રાખો ધ્યાન

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">