Paris Olympics 2024 Schedule
ફોટો ગેલેરી
View moreવીડિયોઝ
View moreપેરિસ ઓલિમ્પિકનું આયોજન 26 જૂલાઈથી 11 ઓગસ્ટ સુધી થશે. 200થી વધારે દેશ આ રમતોના મહાકુંભમાં ભાગ લેશે. પેરિસ ઓલિમ્પિકમાં 32 રમતમાં 329 ઈવેન્ટ થશે. ઓલિમ્પિકની 28 મુખ્ય રમત સિવાય આ વખતે બ્રેકિંગ, સ્કેટબોર્ડિંગ, સર્ફિંગ અને સ્પોર્ટસ ક્લાઈબિંગ જેવી રમતો આ વખતે ઓલિમ્પિકમાં ડેબ્યુ કરી રહ્યું છે. 26 જૂલાઈના રોજ ઉદ્ધાટન સમારોહ પહેલા 24-25 જુલાઈના રોજ પ્રારંભિક સ્પર્ધાના બે નોન-મેડલ દિવસ પણ હશે. ભારતે ઓલિમ્પિકમાં 117 ખેલાડીઓની ટીમ મોકલી છે. ભારતની એથ્લેટિક્સ ટીમ સૌથી મોટી છે, જેમાં કુલ 29 ખેલાડીઓનો સમાવેશ થાય છે. પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં 21 અને હોકીમાં 19 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે.
પેરિસ ઓલિમ્પિકના શેડ્યૂલ સાથે જોડાયેલા સવાલ-જવાબ
સવાલ – પેરિસ ઓલિમ્પિકનું શેડ્યૂલ શું છે?
જવાબ – પેરિસ ઓલિમ્પિક 26 જૂલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલશે.
સવાલ – પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની ક્યારે છે?
જવાબ – પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની 26 જુલાઈના ભારતીય સમય અનુસાર રાત્રે 11.54 કલાકે શરુ થશે.
સવાલ – પેરિસ ઓલિમ્પિકમાં રમતો ક્યારે શરુ થશે?
જવાબ – પેરિસ ઓલિમ્પિકમાં રમતો 24 જૂલાઈથી શરુ થશે. સૌથી પહેલા ફુટબોલની મેચ રમાશે.
સવાલ – પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ ક્યારે મેદાનમાં ઉતરશે?
જવાબ – પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય મહિલા આર્ચરી ટીમની મેચ 25 જુલાઈથી શરુ થશે.
સવાલ – પેરિસ ઓલિમ્પિકમાં કેટલી રમત રમાશે?
જવાબ – પેરિસ ઓલિમ્પિકમાં કુલ 32 રમત રમાશે. જેમાં બ્રેકિંગ, સ્કેટબોર્ડિંગ, સર્ફિંગ અને સ્પોર્ટસ ક્લાઈમ્બિંગની રમતનો પહેલી વખત ઓલિમ્પિકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.