AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોલ્ડ મેડલ વિજેતા એથ્લેટની ઈચ્છા પૂરી કરવા જમીન પર બેઠા પીએમ મોદી, વાયરલ વીડિયોએ ચાહકોનું દિલ જીતી લીધું

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ગોલ્ડ મેડલ જીતનાર નવદીપ સિંહ અને પીએમ મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી નવદીપ સિંહની એક ઈચ્છા પૂરી કરવા જમીન પર બેઠેલા જોવા મળે છે. આ વીડિયોએ ચાહકોનું દિલ જીતી લીધું હતું.

ગોલ્ડ મેડલ વિજેતા એથ્લેટની ઈચ્છા પૂરી કરવા જમીન પર બેઠા પીએમ મોદી, વાયરલ વીડિયોએ ચાહકોનું દિલ જીતી લીધું
PM Modi with Navdeep Singh (Photo – Instagram/Narendra Modi)
| Updated on: Sep 12, 2024 | 8:21 PM
Share

પેરિસ પેરાલિમ્પિક્સ 2024 ભારત માટે ખૂબ જ ખાસ હતું. જેમાં ભારતે 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત કુલ 29 મેડલ જીત્યા, જે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. PM મોદીએ ભારતને ગૌરવ અપાવીને દેશ પરત ફરેલા આ ખેલાડીઓ સાથે ખાસ મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓ સાથે વાતચીત કરી અને તેમને અભિનંદન પણ પાઠવ્યા. આ દરમિયાન તેણે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર નવદીપ સિંહ માટે કંઈક એવું કર્યું, કે જે હવે વાયરલ થઈ રહ્યું છે.

નવદીપ સિંહ માટે જમીન પર બેઠા પીએમ મોદી

પીએમ મોદી અને નવદીપ સિંહ વચ્ચેની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નાની ઉંચાઈ ધરાવતા નવદીપ સિંહે F41 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે અને તે પીએમ મોદી માટે કેપ લઈને આવ્યો હતો. તે પોતે ઈચ્છતા હતા કે પીએમ મોદી કેપ પહેરે. આવી સ્થિતિમાં પીએમ મોદી તેમની ઈચ્છા પૂરી કરવા માટે જમીન પર બેસી ગયા અને પછી નવદીપે તેમને કેપ પહેરાવી. આ સિવાય પીએમ મોદીએ નવદીપ સિંહને પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો.

પીએમ મોદીએ વાયરલ વીડિયો પર પૂછ્યા સવાલ

નવદીપ સિંહે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં મેડલ જીત્યા બાદ ઘણી આક્રમકતા દેખાડી હતી. તેણે ખૂબ જ આક્રમક રીતે તેની ઉજવણી કરી. પીએમ મોદીએ પણ નવદીપ સિંહના ગુસ્સાની વાત કરી અને કહ્યું, ‘તમારો વિડીયો જોયો, બધા ડરી ગયા.’ આ સાંભળીને નવદીપ સિંહ પણ હસવા લાગ્યો. આ પછી નવદીપે પીએમ મોદીને કેપ પહેરાવવાની ઈચ્છા વ્યક્ત કરી, જેને પીએમ પણ માની ગયા અને નવદીપ માટે જમીન પર બેસી ગયા. આ પછી નવદીપ સિંહે જે હાથે તે ભાલો ફેંકે છે તે હાથ પર પીએમ મોદીનો ઓટોગ્રાફ પણ લીધો હતો.

પેરાલિમ્પિક્સમાં નવદીપ સિંહે જીત્યો ગોલ્ડ મેડલ

તમને જણાવી દઈએ કે, પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં નવદીપ સિંહે F41 કેટેગરીમાં 47.32 મીટરનો થ્રો કર્યો હતો. તે જ સમયે, ઈરાનના સાદેગે 47.64 મીટર બરછી ફેંકી હતી, પરંતુ તેને નિયમોનો ભંગ કરવા બદલ અયોગ્ય ઠેરવવામાં આવ્યો હતો. જેના કારણે નવદીપ સિંહને ગોલ્ડ મેડલ મળ્યો હતો. ગત વખતે તે ચોથા ક્રમે રહ્યો હતો.

આ પણ વાંચો: શું ટીમ ઈન્ડિયા સતત ત્રીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ રમશે? ICCએ આપ્યું મોટું અપડેટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
g clip-path="url(#clip0_868_265)">