Dipa Karmakar Retirement : ભારતની સ્ટાર જિમ્નાસ્ટ દીપા કર્માકરે નિવૃત્તિની કરી જાહેરાત
ભારતની સ્ટાર જિમ્નાસ્ટ દીપા કર્માકરે નિવૃત્તિની જાહેરાત કરી છે. રિયો ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેલી દીપાએ 2014 કોમનવેલ્થ ગેમ્સમાં જિમ્નેસ્ટિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દીપા કર્માકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ભારતની સ્ટાર જિમ્નાસ્ટ દીપા કર્માકરે નિવૃત્તિની જાહેરાત કરી છે. આ માહિતી તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે શેર કરી હતી. આ વર્ષે જ દીપા કર્માકર એશિયન ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય જિમ્નાસ્ટ બની હતી. તમને જણાવી દઈએ કે, રિયો ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેલી દીપાએ 2014 કોમનવેલ્થ ગેમ્સમાં જિમ્નાસ્ટિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં આવું કરનારી તે પ્રથમ ભારતીય પણ બની હતી.
અચાનક લીધી નિવૃત્તિ
31 વર્ષની દીપા કર્માકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણીએ તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, ‘ઘણા વિચાર કર્યા પછી, મેં નક્કી કર્યું છે કે હું જિમ્નેસ્ટિક્સમાંથી નિવૃત્તિ લઈ રહી છું. આ નિર્ણય મારા માટે સરળ ન હતો, પરંતુ આ યોગ્ય સમય છે. જિમ્નેસ્ટિક્સ મારા જીવનનો એક વિશાળ ભાગ છે, અને હું દરેક ક્ષણ માટે આભારી છું.’
Signing off from the mat! ❤️
Thank you to everyone who has been a part of my journey. Onto the next chapter♀️ pic.twitter.com/kW5KQZLr29
— Dipa Karmakar (@DipaKarmakar) October 7, 2024
પોસ્ટમાં કહી દિલની વાત
દીપા કર્માકરે આગળ લખ્યું, ‘મને તે પાંચ વર્ષની દીપા યાદ છે, જેને કહેવામાં આવ્યું હતું કે તેના સપાટ પગને કારણે તે ક્યારેય જિમ્નાસ્ટ નહીં બની શકે. આજે, હું મારી સિદ્ધિઓ જોઈને ખૂબ જ ગર્વ અનુભવું છું. વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવું અને મેડલ જીતવું અને સૌથી અગત્યનું, રિયો ઓલિમ્પિકમાં પ્રદર્શન કરવું એ મારી કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણ રહી છે. આજે હું દીપાને જોઈને ખૂબ જ ખુશ અનુભવું છું કારણ કે તેણીમાં સપના જોવાની હિંમત હતી. મારી છેલ્લી જીત, એશિયન જિમ્નેસ્ટિક ચેમ્પિયનશિપ્સ તાશ્કંદ, એક વળાંક હતો, કારણ કે ત્યાં સુધીમાં મને લાગ્યું કે હું મારા શરીરને વધુ આગળ ધપાવી શકીશ, પરંતુ ક્યારેક આપણું શરીર કહે છે કે આરામ કરવાનો સમય આવી ગયો છે, પરંતુ હૃદય હજી પણ સંમત નથી. ભલે હું નિવૃત્ત થઈ રહી છું, પરંતુ જિમ્નેસ્ટિક્સ સાથેનું મારું કનેક્શન ક્યારેય તૂટશે નહીં. હું આ રમતમાં કંઈક પાછું આપવા સક્ષમ બનવા માંગુ છું – કદાચ માર્ગદર્શન, કોચિંગ, મારા જેવી અન્ય છોકરીઓને ટેકો આપીને.’
1⃣ of only 5⃣ women in the world to have successfully landed the Produnova!! ⚡️
Happy Retirement Dipa Karmakar ❤️pic.twitter.com/VPt4ORGVPg
— Khel Now (@KhelNow) October 7, 2024
Dipa Karmakar announced her retirement.
– She had finished the 4th at the Rio Olympics 2016 and missed medal by 0.15 Points – One of the only five women in the world who have successfully landed the Produnova.
Congratulations on the Incredible Career!! pic.twitter.com/AQBOU5Ng9J
— The Khel India (@TheKhelIndia) October 7, 2024
ભારતની ટોચની જિમ્નાસ્ટ
ત્રિપુરાની દીપા કર્માકર ભારતની ટોચની જિમ્નાસ્ટમાંથી એક છે. ઓલિમ્પિકની સાથે તેણે બીજી ઘણી મોટી ઈવેન્ટ્સમાં દેશનું નામ રોશન કર્યું હતું. વર્ષ 2018માં, તેણીએ તુર્કીના મેર્સિનમાં FIG આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ વર્લ્ડ ચેલેન્જ કપની વૉલ્ટ સ્પર્ધામાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આવું કરનાર તે ભારતની પ્રથમ જિમ્નાસ્ટ બની હતી. તેણે એશિયન ચેમ્પિયનશિપમાં પણ કુલ 2 મેડલ જીત્યા હતા. તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2023માં દીપા કર્માકર ડોપ ટેસ્ટમાં ફેલ થઈ ગઈ હતી. આ કારણોસર તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેના પરનો પ્રતિબંધ 10 જુલાઈ 2023 સુધી ચાલુ રહ્યો હતો.
આ પણ વાંચો: CPL 2024 : ડિફેન્ડિંગ ચેમ્પિયનને 6 વિકેટથી હરાવી ફાફ ડુ પ્લેસિસની ટીમે પ્રથમ વખત જીત્યું ટાઈટલ