AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીઃ ટીમ ઈન્ડિયાની સતત ચોથી જીત, સેમીફાઈનલ પહેલા પાકિસ્તાન સામે થશે ટક્કર

ભારતીય ટીમે ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં યજમાન ચીનને 6-0થી હરાવ્યું હતું અને અત્યાર સુધીની તમામ મેચ જીતી છે. તે સતત 4 જીત સાથે સેમીફાઈનલમાં પહોંચી છે. ટીમ ઈન્ડિયા છેલ્લી વખત આ ટૂર્નામેન્ટ જીતી હતી અને હવે તેનું ટાઈટલ બચાવવાની નજીક છે.

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીઃ ટીમ ઈન્ડિયાની સતત ચોથી જીત, સેમીફાઈનલ પહેલા પાકિસ્તાન સામે થશે ટક્કર
Indian Hockey Team ( File Photo)
| Updated on: Sep 12, 2024 | 10:11 PM
Share

પેરિસ ઓલિમ્પિક ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમનું શાનદાર પ્રદર્શન જારી છે. ઓલિમ્પિક બાદ હવે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ રહેલી ટીમ ઈન્ડિયાએ સતત ચોથો વિજય નોંધાવ્યો છે. આ સાથે ભારતીય ટીમે પણ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ચીનના હુલુનબુર શહેરમાં રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ ગુરુવારે દક્ષિણ કોરિયાને 3-1થી હરાવ્યું હતું. ટીમની જીતનો સ્ટાર કેપ્ટન હરમનપ્રીત સિંહ હતો, જેણે 2 ગોલ કર્યા હતા. ગુરુવારે માત્ર ટીમ ઈન્ડિયા જ નહીં પરંતુ પાકિસ્તાને પણ પોતાની મેચ જીતી લીધી હતી. યોગાનુયોગ, ભારત અને પાકિસ્તાન આગામી મેચમાં સામ-સામે ટકરાશે.

પ્રથમ ક્વાર્ટરથી જ પ્રભુત્વ

પોતાની શરૂઆતની મેચોમાં ચીન અને જાપાનને હરાવનાર ટીમ ઈન્ડિયાએ આ મેચ પણ અપેક્ષા મુજબ મેચ જીતી લીધી હતી. ભારતીય ટીમે મેચની ઝડપી શરૂઆત કરી હતી અને પહેલા ક્વાર્ટરમાં જ 2-0ની સરસાઈ મેળવી લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે આઠમી મિનિટે અરિજિત સિંહ હુંદલે ગોલ કર્યો હતો અને ત્યારપછી એક મિનિટ બાદ કેપ્ટન હરમનપ્રીતે લીડ બમણી કરી હતી. જો કે આ પછી ટીમ ઈન્ડિયાને આગામી ગોલ માટે લાંબી રાહ જોવી પડી હતી.

ટીમ ઈન્ડિયાની સતત ચોથી જીત

આ સમય દરમિયાન દક્ષિણ કોરિયાએ તેના એટેકને વધુ તીવ્ર બનાવ્યું અને તેના કારણે ટીમને સારા પરિણામો પણ મળ્યા. સાઉથ કોરિયાએ બીજા ક્વાર્ટરની છેલ્લી મિનિટે (30મી મિનિટ) ગોલ કરીને ટીમ ઈન્ડિયાની લીડ ઘટાડી હતી. આ પછી મેચ નજીક આવી ગઈ હતી અને ટીમ ઈન્ડિયાએ ત્રીજા ગોલની શોધ વધુ તીવ્ર કરી હતી. અંતે ભારતીય કેપ્ટનને 43મી મિનિટે સફળતા મળી હતી. હરમનપ્રીતે પોતાનો બીજો અને ટીમનો ત્રીજો ગોલ કરીને સ્કોર 3-1 કરી દીધો, જે અંત સુધી જળવાઈ રહ્યો અને આ રીતે ટીમ ઈન્ડિયા સતત ચોથી જીત સાથે સેમીફાઈનલમાં પહોંચી ગઈ.

હવે પાકિસ્તાન સાથે ટક્કર

બીજી તરફ પાકિસ્તાને પણ પોતાની મેચ જીતી લીધી હતી. પાકિસ્તાને નદીમ અને હન્નનના બે-બે ગોલની મદદથી યજમાન ચીનને 5-1થી હરાવ્યું હતું. 4 મેચમાં પાકિસ્તાનની આ માત્ર બીજી જીત છે પરંતુ તેમ છતાં તે પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા પછી બીજા સ્થાને છે. આ રીતે પાકિસ્તાને પણ 8 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જોકે, પોઈન્ટ ટેબલમાં તેનું સ્થાન છેલ્લા રાઉન્ડ પછી નક્કી થશે. શનિવાર 14 સપ્ટેમ્બરે લીગ તબક્કાના છેલ્લા રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન એકબીજા સાથે ટકરાશે.

આ પણ વાંચો: શું ટીમ ઈન્ડિયા સતત ત્રીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ રમશે? ICCએ આપ્યું મોટું અપડેટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
g clip-path="url(#clip0_868_265)">