વિનેશ ફોગાટ જિંદગીભર નહીં ભૂલી શકે નીરજ ચોપરાના કહેલા આ શબ્દો

17.Aug.2024

Credit: AFP/PTI/Getty Images

પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલમાંથી ડિસ્ક્વોલિફાઈડ કરવાના નિર્ણય સામે CASમાં અપીલ કરી હતી અને સિલ્વર મેડલ આપવાની માગ કરી હતી.

વિનેશની આ અપીલ પર કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) એ તેનો નિર્ણય સંભળાવી દીધો અને વિનેશની રહી સહી આશા પર પણ પાણી ફરી ગયુ.

કોર્ટ ઓફ આર્બિટ્રેશનના નિર્ણયે ન માત્ર વિનેશ પરંતુ સમગ્ર દેશને નિરાશ કર્યો, જો કે વિનેશને દેશભરમાંથી સપોર્ટ મળી રહ્યો છે

આ નિર્ણય વિનેશને હંમેશા ખટકશે પરંતુ આ સાથે તેને સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાની કહેલા એ શબ્દો પણ કચોટશે.

આ નિર્ણય આવ્યા બાદ નીરજે વિનેશ માટે જે શબ્દો કહ્યા તે વિનેશ કદાચ ભાગ્યે જ ભૂલી શકે

નીરજે થોડા દિવસ પહેલા કહ્યુ હતુ કે ગળામાં જ્યારે મેડલ નથી હોતો તો એક કમી રહી જાય છે અને આવી સ્થિતિમાં લોકો થોડા દિવસો માટે જ યાદ રાખે છે અને થોડા સમય માટે જ ચેમ્પિયન બોલે છે.

નીરજે એ પણ ડર વ્યક્ત કર્યો હતો પોડિયમ પર ન પહોંચવાથી થોડા દિવસોમાં જ લોકો ખેલાડીઓને ભૂલી જાય છે.

નીરજે કહ્યુ હતુ કે વિનેશ માટે પણ તેને આ જ ડર છે. આથી કોઈ વિનેશના યોગદાનને ન ભૂલે.