મનુ ભાકરની એક પોસ્ટથી ફરી છેડાયો વિવાદ, થઈ ટ્રોલ

27 OCT 2024

પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી મનુ ભાકરની એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેના પર વિવાદ છેડાઈ ગયો છે. 

Pic Credit: PTI/AFP

ફેન્સનો દાવો છે કે મનુએ મેડલ બતાવતા ઍવોર્ડની માગ કરી હતી. તેમણે લખ્યુ કે શું હું મેજર ધ્યાનચંદ એવોર્ડ માટે લાયક છું

Pic Credit: PTI/AFP

ફેન્સે મનુ ભાકરને સરેઆમ આ રીતે એવોર્ડ માટે પૂછતી જોઈ તો તેને ટ્રોલ કરવા લાગ્યા

Pic Credit: PTI/AFP

ફેન્સે દાવો કર્યો કે ટ્રોલિંગ બાદ તેમણે તેમની પોસ્ટ ડિલીટ કરી દીધી છે. હાલમાં મનુના સોશિયલ મીડિયા પર આવી કોઈ પોસ્ટ નથી.

વાયરલ પોસ્ટને લઈને બીજા એક ફેને દાવો કર્યો છે કે એવોર્ડ માગનારી પોસ્ટ મનુ ભાકરના નામવાળા ફેક એકાઉન્ટ પરથી કરાઈ હતી. 

મનુ ભાકરે થોડા દિવસ પહેલા તેમના મેડલ્સ સાથે એક તસવીર શેર કરી હતી. તેને લઈને પણ વિવાદ થયો .

ફેન્સનું કહેવુ છે કે જીત્યા બાદ મનુ જરૂરતથી વધુ દેખાડો કરી રહી છે.

મનુ ભાકરના નામ પર વાયરલ થઈ રહેલી પોસ્ટમાં ધ્યાનચંદ ઍવોર્ડની માગ કરાઈ છે. આ ખેલાડીઓને મળનારુ સર્વોચ્ચ સન્માન છે.