કસમયે ઘરે બોલાવી, અયોગ્ય રીતે સ્પર્શ કર્યો… ઓલિમ્પિક મેડલ વિજેતા મહિલા કુસ્તીબાજનો સનસનાટીભર્યો ઘટસ્ફોટ

પૂર્વ ભારતીય કુસ્તીબાજ સાક્ષી મલિકે પોતાની ઓટો બાયોગ્રાફી પર લખાયેલ પુસ્તક વિટનેસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સાક્ષીએ આ પુસ્તકમાં જણાવ્યું કે કેવી રીતે તેનું પણ યૌન શોષણ થયું હતું. સાક્ષી મલિક ભારતની એકમાત્ર મહિલા રેસલર છે જેણે ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો.

કસમયે ઘરે બોલાવી, અયોગ્ય રીતે સ્પર્શ કર્યો... ઓલિમ્પિક મેડલ વિજેતા મહિલા કુસ્તીબાજનો સનસનાટીભર્યો ઘટસ્ફોટ
Vinesh Phogat, Sakshi Malik & Bajrang PuniaImage Credit source: PTI
Follow Us:
| Updated on: Oct 22, 2024 | 8:00 PM

પૂર્વ ભારતીય રેસલર સાક્ષી મલિકની ઓટો બાયોગ્રાફી પર લખાયેલ પુસ્તક વિટનેસનું વિમોચન કયું હતું. ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતનાર સાક્ષી મલિક પ્રથમ અને એકમાત્ર ભારતીય મહિલા કુસ્તીબાજ છે. સાક્ષી મલિકે હવે પુસ્તક દ્વારા પોતાના જીવનના સંઘર્ષની કહાણી જણાવી છે. આ પુસ્તકમાં તેણે એક મોટો ખુલાસો કર્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. સાક્ષીએ આ પુસ્તકમાં જણાવ્યું હતું કે કેવી રીતે તેનું પણ યૌન શોષણ થયું હતું, પરંતુ ડરના કારણે તે કોઈને કહી શકી નહોતી. પરંતુ તેણે વર્ષો પછી પોતાનું મૌન તોડ્યું છે.

સાક્ષી મલિકનો ચોંકાવનારો ખુલાસો

સાક્ષી મલિકે ખુલાસો કર્યો છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેના ટ્યુશન શિક્ષકે તેનું શોષણ કર્યું હતું. સાક્ષી તેના પરિવારને તેના બાળપણના ટ્યુશન શિક્ષક દ્વારા છેડતી વિશે કહી શકી ન હતી, કારણ કે સાક્ષીને લાગ્યું કે આ તેની જ ભૂલ છે. સાક્ષીએ લખ્યું, ‘હું મારા પરિવારને આ વિશે કહી શકી નહીં, કારણ કે મને લાગ્યું કે આ મારી ભૂલ છે. મારા શાળાના દિવસો દરમિયાન, ટ્યુશન શિક્ષક મને હેરાન કરતા હતા. તે મને કસમયે વર્ગ લેવા માટે તેના ઘરે બોલાવતો અને ક્યારેક મને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતો. મને ટ્યુશન ક્લાસમાં જતા ડર લાગતો હતો, પણ હું મારી માતાને કહી શકી નહીં.

વિનેશ ફોગાટ-બજરંગ પુનિયા વિશે કહી મોટી વાત

સાક્ષી મલિકે જણાવ્યું હતું કે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના ગયા વર્ષે એશિયન ગેમ્સના ટ્રાયલમાંથી બહાર રહેવાના નિર્ણયથી બ્રિજભૂષણ શરણ સિંહ સામેના વિરોધ પ્રદર્શનને અસર થઈ હતી. સાક્ષી આ વિરોધ કરનારા ત્રણ મુખ્ય કુસ્તીબાજોમાંની એક હતી. સાક્ષીએ પોતાના પુસ્તકમાં જણાવ્યું કે જ્યારે બજરંગ અને વિનેશના નજીકના લોકોએ તેમના કાન ભર્યા, ત્યારથી તેમના વિરોધ પ્રદર્શનમાં અસર થવા લાગી. ત્રણેયએ ભારતીય રેસલિંગ ફેડરેશનના ભૂતપૂર્વ વડા બ્રિજભૂષણ શરણ સિંહ પર તેમના કાર્યકાળ દરમિયાન મહિલા કુસ્તીબાજોનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો હતો અને આ કેસ દિલ્હીની કોર્ટમાં ચાલી રહ્યો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

સાક્ષી મલિકે ગયા વર્ષે નિવૃત્તિ લીધી

સાક્ષી રોહતક જિલ્લાના મોખરા ગામની રહેવાસી છે. તેનો જન્મ 3 સપ્ટેમ્બર, 1992ના રોજ થયો હતો. તેણે માત્ર 12 વર્ષની ઉંમરે રેસલિંગ શીખવાનું શરૂ કર્યું હતું. સાક્ષી મલિકે 2016 રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સાક્ષીના નામે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ત્રણ મેડલ છે, તેણે 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ, ગોલ્ડ કોસ્ટ 2018માં બ્રોન્ઝ મેડલ અને 2022માં બર્મિંગહામમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિવાય સાક્ષી મલિકે અનેક ટુર્નામેન્ટમાં ભારત માટે મેડલ જીત્યા છે.

આ પણ વાંચો: IND vs NZ : રોહિત શર્મા-ગૌતમ ગંભીરે પુણેમાં ન્યુઝીલેન્ડ પર વળતો પ્રહાર કરવા બનાવી યોજના

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">