દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક TV9, ફરી એકવાર તેના વાર્ષિક કાર્યક્રમ ‘વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે’ની ત્રીજી આવૃત્તિ સાથે પાછું આવ્યું છે. વિચારોના આ મહા મંચ ઉપર વડાપ્રધાન સહીતના રાજકીય ક્ષેત્રના ઘણા દિગ્ગજો ભાગ લેશે. ધર્મ, વ્યવસાય અને સિનેમા, રમતગમત, બિઝનેસ સહીતના વિવિધ ક્ષેત્રની ઘણા જાણીતી વ્યક્તિઓ તેમના વિચારો રજૂ કરશે.
વોટ ઇન્ડિયા થિંક્સ ટુડે ફરી એકવાર રાજધાની દિલ્હીમાં દ્વિ દિવસીય કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યું છે. 28 અને 29 માર્ચે ભારત મંડપમ ખાતે “વોટ ઇન્ડિયા થિંક્સ ટુડે”નું આયોજન કરવામાં આવશે જ્યાં લોકપ્રિય, જાણીતી હસ્તીઓ વિચારોનું આદાન-પ્રદાન કરશે. પીએમ મોદી ઉપરાંત, ટીવી9 નેટવર્કના મેગા સ્ટેજ પર કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિંહ, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ, ધર્મેન્દ્ર પ્રધાન, અશ્વિની વૈષ્ણવ, ચિરાગ પાસવાન અને અનુપ્રિયા પટેલ જેવા જાણીતા ચહેરા ઉપસ્થિત રહેશે.
TV9 નેટવર્કના મેગા પ્લેટફોર્મ પર દિલ્હી અને મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યના મુખ્યમંત્રીઓ પણ પોતપોતાના રાજ્યોના ભવિષ્યની રૂપરેખા રજૂ કરશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત, સમાજવાદી પાર્ટી અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને કોંગ્રેસના લોકસભા સાંસદ કેસી વેણુગોપાલ પણ વોટ ઇન્ડિયા થિંક્સ ટુડેના મંચ પરથી દેશની વર્તમાન પરિસ્થિતિ અને રાજકીય પાર્ટીની રણનીતિ પર પોતાના મંતવ્યો રજૂ કરશે.
TV9 નેટવર્કના મેગા પ્લેટફોર્મ વોટ ઇન્ડિયા થિંક્સ ટુડેના ત્રીજા સંસ્કરણમાં, PM નરેન્દ્ર મોદી ઉપરાંત, 11 કેન્દ્રીય મંત્રીઓ અને 5 રાજ્યોના મુખ્યમંત્રીઓ, ધાર્મિક ગુરુ ધીરેન્દ્ર શાસ્ત્રી અને RSSના રાષ્ટ્રીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકર પણ પોતાના વિચારો રજૂ કરશે.
રમતગમત ક્ષેત્રે સફળતાના શિખરો સર કરનારા પણ આ ભવ્ય મંચની શોભા વધારશે. ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી પુલેલા ગોપીચંદ અને મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજ ઉપરાંત, ફિલ્મ જગતના ઘણા પ્રખ્યાત ચહેરાઓ પણ અહીં હાજર રહેશે અને પોતાના વિચારો વ્યક્ત કરશે.
સિનેમા જગતના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓ વિજય દેવેરાકોંડા, યામી ગૌતમ અને અમિત સાધ પણ હાજર રહેશે. તેઓ TV9 ના ભવ્ય મંચ પરથી ફિલ્મ ઉદ્યોગની સફળતા અને પડકારો પર પોતાના વિચારો શેર કરશે.
આ મેગા પ્લેટફોર્મ દ્વારા વ્યાપાર જગતના ઘણા સફળ ચહેરાઓ પણ રાષ્ટ્ર અને વિશ્વ સમક્ષ પોતપોતાના ક્ષેત્રોની ચર્ચા કરશે. વેદાંત ગ્રુપના સ્થાપક અને ચેરમેન અનિલ અગ્રવાલ અને ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરન ઉપરાંત, NASSCOM ના પ્રમુખ રાજેશ નામ્બિયાર, મેદાંતાના MD-ચેરમેન ડૉ. નરેશ ત્રેહાન, યશોદા ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના MD ઉપાસના અરોરા અને ઇન્દિરા IVF ના સહ-સ્થાપક-MD નીતિજ મુરડિયા પણ હાજર રહેશે.
દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક TV9 ના લોકપ્રિય વાર્ષિક કાર્યક્રમ What India Thinks Today વધુ વિગતો જાણવા માટે આપ અહીં ક્લિક કરો.