શું છે skill development scam, જેમાં આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુની કરાઈ ધરપકડ?, જાણો સમગ્ર મામલો

ચંદ્રબાબુ પર કૌશલ્ય વિકાસ કૌભાંડ રૂ. 350 કરોડના ઘોટાલાનો આરોપ છે છે અને આ મામલામાં વર્ષ 2021માં ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. ચંદ્રબાબુ નાયડુની CrPCની કલમ 50(1)(2) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે શું છે આ સમગ્ર કૌશલ્ય વિકાસ ચાલો સમજીએ. તેમજ તે આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ સમય સુધી સેવા આપતા મુખ્ય પ્રધાન હોવાનો રેકોર્ડ ધરાવે છે. ત્યારે કેવી રીતે આ કેસમાં ફસાયા ચાલો જાણીએ

શું છે skill development scam, જેમાં આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુની કરાઈ ધરપકડ?, જાણો સમગ્ર મામલો
What is the skill development scam in which former CM Chandrababu Naidu was arrested
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 10:03 AM

નારા ચંદ્રબાબુ નાયડુ જેમને ચંદ્રાબાબુ નાયડુ અથવા CBN તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતીય રાજકારણી છે અને આંધ્ર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના વર્તમાન નેતા છે. નાયડુ 1995 થી 2004 સુધી મુખ્યમંત્રી અને 2004 થી 2014 સુધી તત્કાલીન આંધ્ર પ્રદેશમાં વિપક્ષના નેતા તરીકે સેવા આપી હતી. તેઓ 2014 થી 2019 સુધી ત્રીજી વખત વિભાજિત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન પદે રહ્યા. હાલમાં ધારાસભ્ય તરીકેની તેમની આઠમી મુદતમાં, તેઓ સંયુક્ત આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ સમય સુધી સેવા આપતા મુખ્ય પ્રધાન હોવાનો રેકોર્ડ ધરાવે છે. તેઓ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

28 વર્ષની ઉંમરે, ચંદ્રબાબુ નાયડુ સૌથી યુવા રાજ્ય વિધાનસભાના સભ્ય અને મંત્રી બન્યા. નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ પાર્ટીએ 1999ની સામાન્ય ચૂંટણીમાં 294 વિધાનસભા બેઠકોમાંથી 185 અને 42માંથી 29 બેઠકો જીતીને રાજ્ય વિધાનસભામાં બહુમતી મેળવી હતી, જેનાથી તે બીજેપીની આગેવાની હેઠળની NDA ગઠબંધન સરકારમાં બીજી સૌથી મોટી પાર્ટી બની હતી, 2003માં તે લેન્ડ-માઇન બ્લાસ્ટ દરમિયાન હત્યાના પ્રયાસમાં ચંદ્રબાબુ બચી ગયા હતા.

ચંદ્રબાબુ નાયડુની વહેલી સવારે ધરપકડ

તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ એન ચંદ્રબાબુ નાયડુની કૌશલ્ય વિકાસ કૌભાંડના સંબંધમાં CID દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ શનિવારે સવારે નંદ્યાલથી થઈ હતી. કૌશલ્ય વિકાસ કૌભાંડ રૂ. 350 કરોડનું છે અને આ મામલામાં વર્ષ 2021માં ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. ચંદ્રબાબુ નાયડુની CrPCની કલમ 50(1)(2) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે શું છે આ સમગ્ર કૌશલ્ય વિકાસ ચાલો સમજીએ.

રોહિત શર્મા દિવસમાં કેટલી વાર ખાય છે? ફેવરિટ ફૂડ કયું છે?
Milk For Face : ચહેરા પર રોજ કાચું દૂધ લગાવવાથી શું થાય છે? જાણો અહીં
પીરિયડમાં નોર્મલ બ્લીડિંગ કેટલું થવું જોઈએ ?
Get Rid From Rat : ઉંદરોને ઘરમાંથી ઊભી પૂંછડીએ ભગાડવાની ટ્રિક
રસ્તામાં મોર દેખાવો એ કઈ વાતનો આપે છે સંકેત ?
Condom : કોન્ડોમ કંઈ વસ્તુમાંથી બને છે?

કૌશલ્ય વિકાસ કૌભાંડ શું છે

આ યોજના આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની સરકાર હેઠળ યુવાનોને કૌશલ્ય વિકાસની તાલીમ આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના યુવાનોને હૈદરાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્થિત ભારે ઉદ્યોગોમાં કામ કરવા માટે જરૂરી કૌશલ્ય વિકાસ તાલીમ પૂરી પાડવાની હતી. સરકારે આ યોજના હેઠળ Siemens કંપનીને તેની જવાબદારી સોંપી હતી. આ યોજના હેઠળ છ ક્લસ્ટર બનાવવામાં આવ્યા હતા અને તેના પર કુલ 3300 કરોડ રૂપિયા ખર્ચ કરવાના હતા. જેમાં દરેક ક્લસ્ટર પાછળ 560 કરોડ રૂપિયા ખર્ચવાના હતા.

કેમ થઈ ધરપકડ?

તત્કાલીન ચંદ્રાબાબુ નાયડુ સરકારે કેબિનેટને માહિતી આપી હતી કે આ યોજના હેઠળ રાજ્ય સરકાર કુલ ખર્ચના 10 ટકા એટલે કે 370 કરોડ રૂપિયા ખર્ચ કરશે. અને બાકીનો 90 ટકા ખર્ચ કૌશલ્ય વિકાસ તાલીમ કંપની સિમેન્સ દ્વારા આપવામાં આવશે. એવો આરોપ છે કે ચંદ્રબાબુ નાયડુ સરકારે યોજના હેઠળ ખર્ચ કરવા માટેના 371 કરોડ રૂપિયા શેલ કંપનીઓને ટ્રાન્સફર કર્યા હતા. પૂર્વ સીએમ પર એવો પણ આરોપ છે કે શેલ કંપનીઓમાં પૈસા ટ્રાન્સફર કરવા સંબંધિત દસ્તાવેજો પણ નષ્ટ કરવામાં આવ્યા હતા.

મની લોન્ડરિંગ કેસ એંગલથી પણ તપાસ

આંધ્રપ્રદેશના કૌશલ્ય વિકાસ કૌભાંડની પણ ED દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. થોડા મહિના પહેલા, EDએ આ કૌભાંડમાં આરોપી કંપની ડિઝાઇનટેક સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડની રૂ. 31 કરોડની સંપત્તિ પણ જપ્ત કરી હતી. આરોપ છે કે આ કંપની દ્વારા સરકારી યોજનાના નાણાં શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને નકલી ઈનવોઈસ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. ED આ મામલાની મની લોન્ડરિંગના એંગલથી તપાસ કરી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">