વન નેશન-વન ઇલેક્શન શું છે ? મોદી કેબિનેટે આપી છે આ પ્રસ્તાવને મંજૂરી

મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિના અહેવાલ પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને સરકારે તેને મંજૂરી આપી હતી.

વન નેશન-વન ઇલેક્શન શું છે ? મોદી કેબિનેટે આપી છે આ પ્રસ્તાવને મંજૂરી
One Nation One Election
Follow Us:
| Updated on: Sep 18, 2024 | 3:51 PM

મોદી સરકારની કેબિનેટ બેઠકને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિના અહેવાલ પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને સરકારે તેને મંજૂરી આપી હતી. તમને જણાવી દઈએ કે જો આ પ્રસ્તાવને કાયદાના રૂપમાં લાગુ કરવામાં આવે તો 2029થી દેશભરમાં એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ શકે છે.

વન નેશન-વન ઇલેક્શનનો કન્સેપ્ટ શું છે ?

ભારતમાં વન નેશન-વન ઈલેક્શનનો અર્થ એ છે કે સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાની ચૂંટણીની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવી જોઈએ. આ સાથે સ્થાનિક સંસ્થાઓ એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, નગર પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ થવી જોઈએ. આની પાછળનો વિચાર એ છે કે આ ચૂંટણીઓ એક જ દિવસે અથવા નિશ્ચિત સમયમર્યાદામાં થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી સાથે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાનો આગ્રહ કરી રહ્યા છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વર્ષે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન લાલ કિલ્લા પરથી તેમના ભાષણમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણીની હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં અવારનવાર થતી ચૂંટણીઓ વિકાસને અવરોધે છે. તેમણે કહ્યું હતું કે દેશે વન નેશન-વન ચૂંટણી માટે આગળ આવવું પડશે. તેમણે દેશના તમામ રાજકીય પક્ષોને દેશની પ્રગતિ માટે આ દિશામાં આગળ વધવા અનુરોધ કર્યો હતો. આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણી પહેલા પણ ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં તેને મુખ્ય રીતે સામેલ કર્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">