રામ મંદિરના ધ્વજ પર દેખાતા ઝાડનું શું છે મહત્વ, જાંબલી રંગના ફુલોવાળા કોવિદાર કેમ છે ખાસ?

|

Jan 19, 2024 | 8:30 PM

સોમવારે 22 જાન્યુઆરીએ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ વચ્ચે રામ મંદિર પર ચડનારા ધ્વજની પણ ચર્ચા થઈ રહી છે. આ ધ્વજ પર સૂર્યની સાથે કોવિદાર વૃક્ષ પણ જોવા મળે છે. કોવિદાર અયોધ્યાનું રાજવૃક્ષ હતુ. જેનો ઉલ્લેખ વાલ્મિકી પુરાણમાં પણ છે. એવુ મનાઈ રહ્યુ છે કે આ વિશ્વનું સૌપ્રથમ હાઈબ્રીડ ઝાડ છે. જેને ઋષિ કશ્યપે બનાવ્યુ હતુ.

રામ મંદિરના ધ્વજ પર દેખાતા ઝાડનું શું છે મહત્વ, જાંબલી રંગના ફુલોવાળા કોવિદાર કેમ છે ખાસ?

Follow us on

દરેક દેશ પાસે બંધારણ ઉપરાંત સૌથી મહત્વની વસ્તુ હોય છે તેનો ઝંડો. નેશનલ ફ્લેમાં દરેક વસ્તુ એવી હોય છે જે દેશની ખાસિયત દર્શાવે છે. કંઈક એવુ જ અયોધ્યાના સમયે પણ રહ્યુ હશે. એ સમયે અયોધ્યાનો પણ એક ઝંડો જોવા મળતો હતો. સૂર્યવંશી કુળ હોવાને કારણે એ ફ્લેગ પર સૂર્ય અંકિત હતો. સાથે જ કોવિદાર વૃક્ષ પણ ઝંડામાં અંકિત થયેલુ હતુ. શક્ય છે કે કંઈક એવો જ ધ્વજ રામ મંદિર પર પણ લહેરાતો જોવા મળે.

મળતી જાણકારી અનુસાર રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યુ છે કે કોવિદાર વૃક્ષ અને સૂર્યથી અંકિત આ ધ્વજ રીવામાં તૈયાર થયો છે. તેની ડિઝાઈન પર શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના સદસ્યોની પરવાનગી લેવામાં આવી હતી અને લાંબા સમયથી તેના પર કામ થતુ રહ્યુ છે. હાલમાં આ ઝંડો કેવો, ક્યાં આકારનો અને કઈ સાઈઝનો હશે તે સ્પષ્ટ નથી થયુ. પરંતુ કોવિદાર વૃક્ષ ઘણુ ચર્ચામાં છે.

કોવિદાર વૃક્ષનો રામાયણમાં પણ ઉલ્લેખ

પૌરાણિક માન્યતા અનુસાર મહર્ષિ કશ્યપે કોવિદાર વૃક્ષ બનાવ્યુ હતુ. વાલ્મિકી રામાયણના અયોધ્યા કાંડમાં વારંવાર તેનો ઉલ્લેખ જોવા મળે છે. જેવી રીતે રામ વનમાં ગયા બાદ ભરત તેમને મનાવવા માટે લાવ લશ્કર સાથે જંગલમાં જવા નીકળી પડે છે. જ્યાં શ્રીરામ ભારદ્વાજ મુનિના આશ્રમમાં હતા. એ સમયે જંગલમાં ઘોડાઓના અવાજ સાંભળી લક્ષ્મણને કોઈ સેના દ્વારા હુમલાની આશંકા થઈ. પરંતુ જ્યારે તેમણે કોઈ પર્વતની ઉંચાઈ પર જઈને જોયુ તો સામેથી આવી રહેલા રથ પર લગાવેલા ઝંડામાં રહેલા કોવિદારને જોઈને સમજી ગયા કે અયોધ્યાથી લોકો આવ્યા છે.

કયા વિટામિનની ઉણપથી શ્વાસમાં આવે છે દુર્ગંધ ? જાણો
રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા
અંબાણી પરિવારની નાની વહુ 23 હજારનુ જીન્સ પહેરી પતિ સંગ ડિનર પર ગઈ
Sobhitaand wedding : શોભિતા ધુલીપાલાએ રાતા સેરેમનીમાં માતા અને દાદીની જ્વેલરી પહેરી
Sesame seeds benifits : શિયાળામાં તલ આપશે શરીરને હૂંફ, સ્કીન કહેશે ચમકતી
ડિસેમ્બરમાં શનિ સહિત આ 7 ગ્રહોની બદલાશે ચાલ,3 રાશિઓની વધશે મુશ્કેલીઓ

કંઈક આવો હોઈ શકે છે ઝંડો, શોધપત્રિકાઓમાં પણ નામ

વૈજ્ઞાનિકો માટે બનેલી યુરોપિયન સોશિયલ નેટવર્કિંગ સાઈટ રિસર્ચ ગેટમાં પણ તેના પર રિસર્ચ નિબંધ બનેલો છે. પ્લાન્ટ એન્ડ એનિમલ ડાયવર્સિટી ઈન વાલ્મિકી રામાયણ નામથી પ્રકાશિત રિસર્ચમાં રામના વનવાસ દરમિયાન પણ અનેક વૃક્ષોનો ઉલ્લેખ જોવા મળે છે. તેની સુંદરતા અને ઔષધિય ગુણોને કારણે તેને રાજવૃક્ષ ગણવામાં આવતુ હતુ. જો કે એ ક્યાંય સ્પષ્ટ નથી થયુ કે ધ્વજને કોણે ડિઝાઈન કર્યો હતો અને આ કોવિદાર વૃક્ષ તેમા ક્યારે લાગ્યુ.

ઋષિએ આવી રીતે તૈયાર કર્યુ વૃક્ષ

જો પૌરાણિક માન્યતાને સાઈન્સ સાથે જોડીને જોવામાં આવે તો કોવિદાર કદાચ વિશ્વનું પહેલો હાઈબ્રીડ પ્લાન્ટ હશે. ઋષિ કશ્યપે પારિજાત સાથે મંદારને મિક્સ કરી તેને તૈયાર કર્યુ. બંને ઝાડનું આયુર્વેદમાં ઘણુ મહત્વ સૂચવવામાં આવ્યુ છે. આ બંનેના સંકરથી બનેલુ ઝાડ સ્વાભાવિક છે એટલુ જ અલગ હોવાનુ જ.

રંગ-રૂપ કેવુ હોય છે કોવિદર?

કોવિદારનું વૈજ્ઞાનિક નામ બૉહિનિયા વેરિએગેટા છે. આ કચનાર શ્રેણીનું વૃક્ષ છે. સંસ્કૃતમાં તેને કાંચનાર અને કોવિદર કહેવામાં આવે છે. કોવિદરની ઉંચાઈ 15થી 25 મીટર હોય છે. તે ઘટાદાર અને ફુલોથી ભરેલુ હોય છે. તેના ફુલ જાંબલી રંગના હોય છે. જે કચનારના ફુલથી થોડા વધુ ઘાટા હોય છે. તેના પાંદડા ઘણા અલગ હોય છે. તે વચ્ચેથી કપાયેલા હોય છે. તેના ફુલ, પાંદડા અને ઘટાઓમાંથી પણ આછી સુગંધ આવતી હોય છે. જો કે આ તેની સુગંધ ગુલાબ જેટલી તીવ્ર નથી હોતી.

ક્યાં જોવા મળે છે આ ઝાડ ?

કોવિદારની પ્રજાતિના જેવા ઝાડ કચનાર આજે પણ હિમાલયના દક્ષિણ, પૂર્વ ભાગમાં તેમજ દક્ષિણ ભારતમાં જોવા મળે છે. ઈન્ડિયા બાયોડાયવર્સિટી પોર્ટલ અનુસાર કોવિદાર આજે પણ અસમના દૂરદૂરના વિસ્તારોમાં મળે છે. જાન્યુઆરીથી માર્ચ વચ્ચે તેમા ફુલો આવે છે. જ્યારે માર્ચ થી મે દરમિયાન તેમા ફળ આવવાની શરૂઆત થાય છે.

આ પણ વાંચો: 5 નવેમ્બર 2019એ સુપ્રીમ કોર્ટે આપેલો એ ઐતિહાસિક ચુકાદો અને એ બાદ કેટલુ બદલાયુ અયોધ્યા ! ચુકાદાથી લઈ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સુધીનો જાણો સમગ્ર ઘટનાક્રમ

આ બીમારીઓમાં મળે છે રાહત

આયુર્વેદમાં તેના સત્વનો ઉપયોગ સ્કિનની બીમારીઓ અને અલ્સરમાં થાય છે. તેની છાલનો રસ પેટની ક્રોનિક બીમારીઓને દુરસ્ત કરવામાં ઘણો ઉપયોગી ગણાય છે. તેના મૂળ વિશે એવુ કહેવાય છે કે નાગ કરડ્યો હોય તો પણ તેનાથી સારવાર થઈ શકે છે. આ વાતો ફાર્મા સાઈન્સ મોનિટરના પહેલા ઈશ્યુમાં બતાવવામાં આવી છે.

રામ મંદિરને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

 

Published On - 8:30 pm, Fri, 19 January 24

Next Article